GIR SOMNATHKODINAR
		
	
	
કોડીનાર મ્યું ગર્લ્સ હાઇસ્કુલ મુકામે મહિલાઓ અને દીકરીઓ ને લગતી યોજનાઓ અને કાયદોઓ વિશે સેમિનાર યોજાયો.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,તાલુકા કાનુની સેવા સમિતિ,ત્રિનેત્ર ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે મ્યુ ગર્લ્સ હાઇસ્કુલ કોડીનાર મુકામે શાળાની બાળાઓને સરકારશ્રીની વિવિધ પ્રકારની મહિલાઓ અને બાળાઓ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા.તેમજ ઘર ઘર સુધી યોજનાઓ પોહછે .તેમજ પોસ્કો ઍક્ટ 2012 કાયદા વિશે સમજણ આપવામાં આવી.આ તકે મહિલા અને બાળ અધિકારી કચેરી ના સ્ટાફ શ્રી વિવેક ગોસ્વામી,પી એલ વી શ્રી પ્રકાશ મકવાણા ,મોહિત દેસાઇ, કુંજલ સોલંકી,અને સેજલ ચૂડાસમા તેમજ શાળાના આચાર્ય શ્રી નીમુબેન ચાવડા તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.
 
				






