Rajkot: સરકારી પોલીટેકનીક, રાજકોટ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

તા.17/10/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: આજના સમયમાં જ્યારે લોકોની સુખાકારી અને સ્વાસ્થ્યની જાળવણી અર્થે નિયમિત હેલ્થ ચેકઅપ જરૂરી બની રહ્યું છે ત્યારે સરકારી પોલીટેકનીક, રાજકોટ દ્વારા લાઈફ સંસ્થા રાજકોટના સહયોગથી અત્રેની સંસ્થા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં સરકારી પોલીટેકનીક, રાજકોટના આચાર્યશ્રી ડો. એ.એસ. પંડ્યા સાહેબ,પ્રાધ્યાપકો, સ્ટાફગણ, વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
રક્તદાન કેમ્પના આયોજન માટે લાઈફ સંસ્થાની ટીમ જરૂરી સંસાધનો સાથે આવેલ હતી. રકતદાતાઓ માટે ચા, બિસ્કીટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર રક્તદાન કેમ્પના આયોજનને સફળ બનાવવા યજમાન સંસ્થાના આચાર્યશ્રી ડો. એ.એસ. પંડ્યા સાહેબની દેખરેખ હેઠળ એક ટીમની રચના કરવામાં આવેલ જેના કો-ઓર્ડીનેટર શ્રી પી.એમ. સરડવા, કો-કોઓર્ડીનેટર શ્રી પી.બી. રાવલ અને ટીમના સભ્યો શ્રી એચ.ડી.કોટક, શ્રી ડી. બી. છગ, શ્રી સી. કે. પરમાર, શ્રી એ. બી. મકવાણા, શ્રી એ. એન. વાઢેર, શ્રી એસ.એસ. પ્રજાપતિ, શ્રી એફ. વી. સુથાર, શ્રી આર. એ. નાગરિયાનાઓએ જહેમત ઉઠાવી ફરજ બજાવી હતી. સર્વેના સહયોગથી રક્તદાન કેમ્પમાં રક્તના ઘણા યુનિટનું કલેક્શન થયું હતું. કેમ્પના અંતે લાઈફ સંસ્થા દ્વારા સરકારી પોલીટેકનીક, રાજકોટને પ્રશંસા પ્રમાણપત્ર અને આભારપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
 
				






