હાલોલ- લાયન્સ ક્લબના 2023-24 ના પ્રમુખ પ્રવીણ.કે. રાજન અને સેક્રેટરી એમ.જે.એફ લાયન રિઝવાન મુલતાનીને વડોદરા ખાતે એવોર્ડ આપીને સન્માનિત કરાયા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૭.૨૦૨૪
લાયન્સ ક્લબ હાલોલ નુ ગૌરવ,વડોદરા ખાતે વેવસ ક્લબ વાસણા ભાયલી રોડ પર લાયન્સ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 એફ 1 વર્ષ 2023-24 ના ગવર્નર એમ જે એફ લાયન વિજયસિંહ ઉમટ દ્વારા આયોજિત એવોર્ડ સેરેમની સ્વર્ણસિદ્ધિ માં લાયન્સ ક્લબ હાલોલ દ્વારા વર્ષ 2023-24 દરમિયાન કરવામાં આવેલ શ્રેષ્ઠ સેવાકીય પ્રવુતિઓ ને લઇને કાર્યક્રમ માં ઉપસ્થિત ઇન્ટરનેશનલ ડિરેક્ટર લા પંકજ મહેતા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મોટી સંખ્યામાં માં ઉપસ્થિત લાયન સભ્યોની હાજરી માં લાયન્સ ક્લબ હાલોલ ના વર્ષ 2023-24 ના પ્રમુખ પ્રવીણ કે રાજન અને સેક્રેટરી એમ જે એફ લાયન રિઝવાન મુલતાની ( પૂર્વ પ્રમુખ હાલોલ લાયન્સ ક્લબ અને પંચમહાલ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા ના ઉપપ્રમુખ) ને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.લાયન્સ ક્લબ હાલોલ દ્વારા વર્ષ 2023 24 દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવેલ જેમાં શિક્ષક દિવસ ની ઉજવણી 25 જેટલાં શિક્ષકો ને શિક્ષક ગૌરવ રત્ન થી સન્માનિત કરેલ મહિલા દિવસે 40 જેટલી મહિલાઓનુ સન્માન કરેલ 14મી ઑગસ્ટ દેશ ભક્તિ સંગીત સંધ્યા એક સામ શહીદો કે નામ.રાત્રી બીફોર નવરાત્રી.વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી મેઘા મેડિકલ કેમ્પ રક્તદાન કેમ્પ અને અને ગ્રામ્ય વિસ્તાર ની 50 કરતા વધુ શાળા ઓમાં વિદ્યાર્થી ઓને ગણવેશ સ્કૂલ બેગ નોટબુક વિતરણ વૃક્ષારોપણ અને ફૂડ ફોર હંગર ના કાર્યક્રમો કરવામાં આવેલ અને એ સિવાય લાયન્સ ક્લબ હાલોલ દ્વારા અવારનવાર ગ્રામ્ય વિસ્તાર માં વિવિધ પ્રકાર ની સેવાકીય પ્રવુતિઓ કરવામાં આવતી રહે છે.