ANANDANAND CITY / TALUKOGUJARAT

કરમસદ નો આણંદ મહાનગરપાલિકા સમાવેશ કરાતા વિરોધ.

કરમસદ નો આણંદ મહાનગરપાલિકા સમાવેશ કરાતા વિરોધ.

તાહિર મેમણ – આણંદ – 10/02/2025 – આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ગામને તેમાં સામેલ કરવાના નિર્ણય સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવીયો છે. ઐતિહાસિક ઓળખ માટે કરમસદ નો મહાનગરપાલિકા માં સમાવેશ કરવામાં ના આવે તેવી સ્થાનિકો એ માંગ કરી છે.1 જાન્યુઆરી 2025થી અમલી બનેલા આ નિર્ણય સામે આજે કરમસદ ગામમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના નેતૃત્વમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિતના રાજકીય અગ્રણીઓ, સંતો-મહંતો અને મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. આંદોલનકારીઓએ સૌ પ્રથમ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કરમસદ એ દેશના સ્વાભિમાનની ઓળખ-ધાનાણીnઆ પ્રસંગે ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના વિરોધપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલનું વતન કરમસદ એ દેશના સ્વાભિમાનની ઓળખ છે, તેને રહેવા દેજો. જો તેની સાથે જાણે અજાણે ચેડાં કર્યા તો આ ગુજરાત કદી માફ નહીં કરે, અમારે તમારી મહેરબાનીની જરૂર નથી, તમે કરમસદ ગામને સ્વતંત્ર દરજ્જો આપો તેવી માગણી કરી હતી.

આજે ધરણા પ્રદર્શનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા, કોંગ્રેસ પક્ષના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ભારતીય સરદાર પટેલ પાર્ટીના અધ્યક્ષ કલ્પેશ પારેખ, પ્રવક્તા સંજય કોહલી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ હોદ્દેદાર ચિરાગ પટેલ, ભારતીય જનતા પાર્ટીના વરુણ પટેલ, મોરબીના પાટીદાર નેતા મનોજ પનારા અને નિલેશ એરવડિયા, ઊંઝાના ધનજી પાટીદાર, સંજય પટેલ, સત્યાગ્રહી પરિવારના સંસ્થાપક નીલેશ શાહ તથા કરમસદ ગ્રામજનો વિરોધ નોંધાવીયો હતો.

Back to top button
error: Content is protected !!