બનાસકાંઠા જિલ્લાની રસાણા નાના પ્રાથમિક શાળા નું ગૌરવ વધારતા શાળાના શિક્ષક શ્રી પ્રકાશભાઈ સોલંકી
27 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ થી શિક્ષક શ્રી પ્રકાશભાઈ સોલંકીનું રમેશભાઈ ઓઝા દ્વારા ભાવ પૂજન કાર્યક્રમ યોજાયો.ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ સાંદીપનિ આશ્રમ, પોરબંદર દ્વારા આંતરરાષ્ટ્રીય ભાગવત કથાકાર આદરણીય શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા દર વર્ષે જિલ્લા કક્ષાએ કરેલી ઉત્તમ કામગીરી માટે દરેક જિલ્લામાંથી કોઈપણ એક થીમ આધારિત કામગીરી માટે જિલ્લાનાં એક શિક્ષકનું ગુરુ ગૌરવ એવોર્ડ થી ભાવપૂજન કરવામાં આવે છે. ચાલુ વર્ષ 2024 ના ગુરુ ગૌરવ એવોર્ડ માટેની થીમ શૈક્ષણિક રમકડાં દ્વારા શિક્ષણમાં અસરકારક ઉપયોગ રાખવામાં આવી હતી. રમકડાં દ્વારા બાળકમાં શારીરિક, માનસિક, સામાજિક અને સર્વાંગી વિકાસ થાય તે મહત્વનું સાધન છે તે માટે રાજ્યના ઘણા બધા શિક્ષક મિત્રો શૈક્ષણિક રમકડા આધારિત શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. કેટલાક શિક્ષકો સુંદર રમકડા દ્વારા વિષયને અનુરૂપ શિક્ષણ કાર્ય કરે છે. આ થીમ મુજબ બનાસકાંઠા જિલ્લામાંથી રસાણા નાના પ્રાથમિક શાળા, તાલુકો ડીસા ના ઉત્સાહી અને ઇનોવેટિવ શિક્ષક શ્રી પ્રકાશકુમાર પાનાચંદ સાંદીપનિ આશ્રમ, પોરબંદર ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે શિક્ષક મિત્રોએ બનાવેલા રમકડા નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આદરણીય શ્રી રમેશભાઈ ઓઝા તથા ગિજુભાઈ ભરાડ તથા સંસ્કૃતિ યુનિવર્સિટી સોમનાથના કુલપતિ શ્રી તથા શ્રી એમ.આઇ.જોષી સાહેબ તથા રાકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો અને ઋષિ કુમારોએ રમકડા મેળાની મુલાકાત લીધી હતી. પરમ પૂજ્ય ભાઈ શ્રી રમકડા મેળો નિહાળી અભિનંદન આપ્યા હતા. બીજા દિવસે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ડો. રક્ષાબેન દવે,શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ શ્રી ઉમાકાંત રાજ્યગુરુ તથા ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ તપોવન વિશ્વ વિદ્યાલય ધુમલી, ભાણવડ ને તથા 37 શિક્ષક મિત્રોને ગુરુ ગૌરવ એવોર્ડ થી શ્રી પૂજ્ય ભાઈશ્રી ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. રસાણા નાના પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી પ્રકાશભાઈ સોલંકીની વિશ્વવિખ્યાત ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રમાણપત્ર, સ્મૃતિચિન્હ અને પુસ્તકો તથા ધન રાશી થી ભાવપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રસાણા નાના નાં ગ્રામજનો તથા ડીસા તાલુકા અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના શિક્ષક મિત્રો આનંદની લાગણી અનુભવે છે. સમગ્ર શિક્ષણ જગત અભિનંદન પાઠવ્યા હતા.