નરેશપરમાર.કરજણ,
ઘેરકાયદેશર દબાણો ઉપર કરજણ પાલિકાનો સપાટો
કરજણમાં હુસેન ટેકરીથી રેલવે સ્ટે. સુધીના દબાણો દૂર કરાયા
કરજણ નગરપાલિકાની દબાણ શાખા તેમજ ચીફ ઓફિસર અને નગરપાલિકાની ટીમ દ્વારા ગઈકાલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડુસેન ટેકરી ખાતે જાહેર રોડ ઉપર ચાલતી મટનની શોપ તેમજ મારુતિ ધામ સોસાયટી ખાતે જાહેર રોડ ઉપર ભંગાર નાખીને રોડ પર દબાણ કરવામાં આવ્યું ડતું તે દબાણો દૂર કરવામાં આવ્યા ત્યાંથી રેલ્વે સ્ટેશન સુધીના રોડ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા જયારે સાડી માર્કેટથી જાહેર માર્ગોના દબાણો પર પાલિકાની દબાણ શાખા ત્રાટકી. ચનાવાલા રોડ પર દુકાનદારો દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા એ તમામ દબાણો પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.