
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં આરોગ્ય તંત્ર એક્ટિવ: ગ્રામીણ વિસ્તારોમાં સર્વે, પાણીના સેમ્પલ અને ફોગીંગની કામગીરી
ચોમાસાની સીઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને અટકાવવા માટે મેઘરજ તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય કર્મચારીઓની ટીમો દ્વારા તાલુકાના વિવિધ ગામોમાં ઘરે-ઘરે સર્વે કરવામાં આવ્યો. સર્વે દરમિયાન તાવ, શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી અને મચ્છરજન્ય રોગોના લક્ષણો અંગે માહિતી એકત્રિત કરવામાં આવી હતી.
સાથે જ ગામના જાહેર સ્થળો અને ઘરોમાંથી પીવાના પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા. પાણીની ગુણવત્તા ચકાસવા માટે તેને લેબમાં મોકલવામાં આવ્યા છે. દૂષિત પાણીને કારણે થતા રોગો અટકાવવા આ પગલું લેવાયું છે.રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ગામોમાં દવાનો છંટકાવ અને ફોગીંગ પણ કરવામાં આવ્યું. ખાસ કરીને ભરાયેલા પાણી અને મચ્છર ઉત્પત્તિના સ્થળો પર ફોગીંગ પર ભાર મૂકવામાં આવ્યો.આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, ચોમાસામાં ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા અને ટાઈફોઈડ જેવા રોગો વધતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સત મોનિટરિંગ અને નિવારક કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામજનોને પણ પાણી ઉકાળીને પીવા અને આસપાસ સ્વચ્છતા રાખવા અપીલ કરવામાં આવી છે




