પાટડી દસાડામા વિદેશી દારૂના જથ્થા પર SMC પોલીસના દરોડા
વિદેશી દારૂની બોટલો નંગ 2286 તથા બે મોબાઈલ તથા બે કાર સહિત રૂ.22,96,000 નો મુદામાલ સાથે 10 ઈસમો સામે ગુના નોંધાયો.
તા.28/07/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વિદેશી દારૂની બોટલો નંગ 2286 તથા બે મોબાઈલ તથા બે કાર સહિત રૂ.22,96,000 નો મુદામાલ સાથે 10 ઈસમો સામે ગુના નોંધાયો.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ જે એમ પઠાણ, કૃષ્ણદેવસિંહ જાડેજા, મુકેશકુમાર, વિપુલકુમાર સહિતના પોલીસ સ્ટાફને અગાઉથી બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની નંબર પ્લેટ વગરની ઇનોવા ક્રિષ્ટા ગાડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે દસાડાથી પાટડી તરફ આવી રહી હોવાની બાતમીના આધારે દસાડા પાટડી રોડ પર અમૃત હોટલ પાસે નંબર પ્લેટ વગરની ઇનોવા ગાડીને રસ્તો બ્લોક કરીને આંતરીને રોકી એમાં બેઠેલા બે ઈસમોની પુછપરછ કરતા સમયે શંકાસ્પદ હાલતમાં નીકળેલી અર્ટીગા કારને આંતરવા છતાં કાર ચાલક પોલીસને થાપ આપી નાસી છૂટવામાં સફળ થયો હતો બાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી પાટડી રેલવે ફાટક પાસેથી આ અર્ટીગા કારને આંતરતા કારમાં સવાર બંને ઈસમો કાર મૂકીને અંધારામાં નાસી છૂટવામાં સફળ થયા હતા બાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલે ઇનોવા કારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ- 1874 કિ.રૂ. 3,32,300 જ્યારે અર્ટીગા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ- 812 કિં.રૂ. 2,52,800 મળી કુલ વિદેશી દારૂની બોટલો નંગ- 2686 કિં.રૂ. 5,85,100, મોબાઈલ ફોન નંગ 2 કિં.રૂ. 10,000, રોકડા રૂ. 900, ઇનોવા ગાડી કિં.રૂ. 10,00,000 અને અર્ટીગા ગાડી કિં.રૂ. 7,00,000 મળીને કુલ રૂ. 22,96,000 મુદામાલ સાથે ભજનલાલ આસુરામ બિશ્નોઈ ગામ કોજા, તા. ધોરીમના, રાજસ્થાન અને પપ્પુરામ
જગારામ ખીલેરી બિશ્નોઈ ગામ ડોલી, તા.કલ્યાણપુર, રાજસ્થાનને ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે બાદમાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના કૃષ્ણદેવસિંહ સુખદેવસિંહ જાડેજાની પોલીસ ફરિયાદના આધારે પાટડી પોલીસે ભજનલાલ આસુરામ બિશ્નોઈ ગામ કોજા, તા ધોરીમના, જી. બાડમેર અને પપ્પુરામ જગારામ ખીલેરી બિશ્નોઈ ગામ ડોલી, તા કલ્યાણપુર, જી. બાડમેર, બસંત રબારી રહે દાતા, જી. ઝાલોર, અર્ટીગા ગાડીમાં દારૂનો જથ્થો ભરાવી આપનારો અજાણ્યો ઈસમ, ઇનોવો ગાડીમાં દારૂનો જથ્થો માલવણ ચોકડી પર મંગાવનારો અજાણ્યો ઈસમ, દારૂ ભરેલી અર્ટીગા ગાડીમાંથી નાસી જનારો ક્લીનર, અર્ટીગા ગાડીમાં દારૂનો જથ્થો મંગાવનારો અજાણ્યો ઈસમ અને ઇનોવા કારના માલિક અને અર્ટીગા કારનો માલિક સહિત કુલ દશ શખશો સામે ફરિયાદ દાખલ કરી ફરાર સાત આરોપીઓને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ એમ બી વીરજા ચલાવી રહ્યાં છે.