
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૨૮ જુલાઈ : સમગ્ર શિક્ષા કચેરી ભુજ માર્ગદર્શિત અને બી.આર.સી.ભવન અંજાર આયોજિત સક્ષમ શાળા તાલીમનું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું. તારીખ ૨૩ અને ૨૪ જુલાઈના રોજ પ્રથમ તબક્કામાં. અંજાર તાલુકાની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓની બે દિવસીય સક્ષમ શાળા તાલીમ મોડેલ સ્કૂલ અંજાર ખાતે આયોજિત કરવામાં આવી. પ્રથમ દિવસે તાલીમની શુભ શરૂઆત પ્રાર્થના, મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય, મહાનુભાવોનું સાલ, પુસ્તક અને પુષ્પગુચ્છ થી સ્વાગત કરીને તેમનાં પ્રેરક ઉદબોધન સાથે કરવામાં આવી. આચાર્યશ્રીઓની તાલીમના પ્રથમ દિવસે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એન.વાઘેલા સાહેબ, અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ગોપાલભાઈ અઘેરા, મુન્દ્રા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ઉમેશભાઈ રૂઘાણી, ટી.ટી. શ્રી વિષ્ણુભાઈ, વર્ગ-૨ આચાર્યશ્રીઓ જગદીશભાઈ, રાકેશભાઈ, જયેશભાઈ અને શિક્ષકોના બંને સંગઠનના હોદ્દેદારશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સક્ષમ શાળા તાલીમના બીજા દિવસે અંજાર તાલુકાના જનપ્રિય ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, મોડેલ સ્કૂલના ઇન્ચાર્જ આચાર્યશ્રી દિવ્યરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને આચાર્યશ્રીઓને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. એચ ટાટ આચાર્યશ્રીઓની નિમણૂકના ૧૨ વર્ષ બાદ બદલી કેમ્પના નિયમોની જાહેરાત થતા એચ ટાટ આચાર્યશ્રીઓ દ્વારા સરકારના પ્રતિનિધિ તરીકે જનપ્રિય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબને સાલ, પુસ્તક અને મીઠાઈ અર્પણ કરીને તેમનું બહુમાન કરવામાં આવ્યું. તારીખ ૨૫ અને ૨૬ જુલાઈના રોજ બીજા તબક્કામાં શાળાના ફોકલ પોઇન્ટ ટીચર માટે સક્ષમ શાળા તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમનું સમગ્ર આયોજન બી.આર.સી.કો. ઓ. મયુરભાઈ પટેલ, એસ.વી.એસ કન્વીનર શ્રી વિપુલગરી ગોસ્વામી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ગોપાલભાઈ અઘેરાનાં માર્ગદર્શનમાં તમામ સી.આર.સી.કો.ઓ. અને બ્લોક સ્ટાફે સાંભળ્યું હતું.





