ચોટીલામાં ઝાલાવાડના રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

તા.29/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રાજગોર (કાઠી) જ્ઞાતિ સેવા ટ્રસ્ટ-લીંબડી દ્વારા આઠમો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જીલ્લામાં વસતા સમગ્ર રાજગોર પરીવારનાં તેજસ્વી તારલા જેમણે ઘો -1 થી 12 તેમજ કોલેઝ કક્ષા એ દરેક ધોરણમાં પહેલો, બીજો, ત્રીજો નંબર ટકાવારી મુજબ મેળવ્યો હોય તેવા બાળકોને શિલ્ડ, મેડલ, સન્માનપત્ર તેમજ શેક્ષણિક કીટ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં અન્ય તેજસ્વી બાળકો જેમણે 60% કે તેથી વધું ટકાવારી મેળવેલ હોય અને પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન જેમને મેળવ્યું ન હોય તેવા વિદ્યાર્થી ઓને આશ્વાસન પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવાંમાં આવ્યાં હતાં આ તકે શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડ, જોશી બાપા હરિઓમ વૃધ્ધાશ્રમ વાળા, ગુણવંત ભાઈ વી ભરાડ, મયુરભાઈ કે મહેતા, વિનુભાઈ ચાવ, મનોજભાઈ મહેતા વગેરે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન દરમ્યાન શિક્ષણની સાથોસાથ સંસ્કારની વાતો વિશેષ ભાર આપવામાં આવ્યો હતો ગિજુભાઈ ભરાડે આવનારી પેઢીને વ્યસન થી દૂર રાખવા મહિલાઓને જાગૃત કરવા માટે ટકોર કરી હતી અને સમાજે લગ્ન પ્રસંગો માં દેખાડો છોડી સાદગીપૂર્ણ કરવાં અપીલ કરેલ હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રતિલાલ જે મહેતા, ધવલભાઈ કે મહેતા અને તેની સમગ્ર ટીમે સારી જહેમત ઉઠાવી હતી.




