સુરેન્દ્રનગર જિલ્લામાં ડાંગના યુવાને મેડિકલ કોલેજમાં એક પણ રૂપિયો ફી ભર્યા વિના MBBS માં પ્રવેશ મેળવ્યો.
સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફ્રી શિપ કાર્ડ’ યોજના થકી મારું ડોક્ટર બનવાનું સપનું ફીની ચિંતા વિના પૂરું થશે – મિતેશ કુંવર
તા.30/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફ્રી શિપ કાર્ડ’ યોજના થકી મારું ડોક્ટર બનવાનું સપનું ફીની ચિંતા વિના પૂરું થશે – મિતેશ કુંવર
સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ–ફ્રી-શિપ કાર્ડ’ યોજના થકી મારું ડોક્ટર બનવાનું સપનું ફીની ચિંતા વિના પૂરું થશે મને સુરેન્દ્રનગર જિલ્લાની સી. યુ. શાહ મેડીકલ કોલેજમાં એક પણ રૂપિયો ભર્યા વિના એમ.બી.બી.એસ. માં પ્રવેશ મળ્યો છે અભ્યાસ પછી નોકરીની સલામતી મળી રહે એ માટે ૧ વર્ષના બોન્ડ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે આમ, સરકાર અભ્યાસની સાથે સાથે નોકરીની સલામતીની પણ ચિંતા કરી રહી છે સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં આ શબ્દો છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ–ફ્રી-શિપ કાર્ડ યોજનાના લાભાર્થી એવા મિતેશ કુંવરનાં ડોકટર બનવાનું સપનું સેવતા મૂળ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ભિસ્યા ગામના વતની એવા મિતેશ શંકરભાઈ કુંવર નામના યુવા વિદ્યાર્થીએ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ મેળવી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી ખાનગી મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ. ના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો છે આ યોજના હેઠળ કોલેજની એક વર્ષની ફી રૂ.૬,૨૬,૦૦૦ એમ કુલ ૪.૫ વર્ષ માટે રૂ.૨૮,૧૭,૦૦૦ ની સહાય સરકાર દ્વારા મળશે આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતાં અનુસૂચિત જનજાતિ પરિવારના દીકરા એવા મિતેશ શંકરભાઈ કુંવરના પરિવારમાં માતા પિતા અને એક મોટી બહેન છે પિતા ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે મોટા બહેન પણ સરકારની આ યોજનાનો લાભ મેળવી જિ.સી.એસ. મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવી એમ.બી.બી.એસ. નો અભ્યાસ કરી રહ્યા છે મિતેશે ધોરણ ૧૦ સુધી આહવા જ અભ્યાસ કર્યો છે ત્યારબાદ ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સનું શિક્ષણ સુરતની પી.પી. સવાણી શાળામાંથી મેળવ્યું. આમ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફ્રી-શિપ કાર્ડ યોજના, આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે બની દેવદૂત સમાન બની ગઈ છે બાળકોના ઉચ્ચ અભ્યાસની ચિંતા હવે માતા પિતાને રહી નથી બાળકોની ઉજ્જવળ કારકિર્દીના આડે હવે ઘરની આર્થિક નબળી પરિસ્થિતિ નથી આવતી આદિ જાતિના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરી શકે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે જે પૈકી એક એટલે અનુસૂચિત જનજાતિ વર્ગના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ માટે પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના આ યોજના અંતર્ગત નિયત ધારાધોરણો મુજબની પાત્રતા ધરાવતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાહબરી હેઠળ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણ એ સરકારનો મુખ્ય ઉદ્દેશ છે, ત્યારે સમાજની દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત પ્રયત્નશીલ છે યોજનાઓના લાભ લક્ષિત લાભાર્થી સુધી સરકાર દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે.