RAMESH SAVANI

‘જેલમાં જવા છતાં ગૃહમંત્રી થઈ શકાતું હોય તો પાછું વળીને જોવું નથી !’

સમાચારોમાં એક ખાસિયત જોવા મળે છે. ડ્રગ/ પેપર લીક/ બળાત્કાર/ અપહરણ/ ભ્રષ્ટાચાર/ બળજબરી/ લૂંટ/ નકલી જંતુનાશક દવા વગેરે ગુનાઓ નોંધાય ત્યારે ગૃહમંત્રી/ મુખ્યમંત્રી/ ભાજપ પ્રમુખ/ ગવર્નર સાથેના આરોપીઓના ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે.
‘સુરત ભાજપ યુવા મોરચાનો સભ્ય’ અને ‘યુવા હિન્દુ વાહિનીનો પ્રમુખ’ વિકાસ આહિર ઉર્ફે વિકાસ શંકર હલવાઈ, સહઆરોપીઓ અઝીઝ ખાન/ મહમદ રેહાન/ જાવેદ સાથે ડ્રગ્સનો ધંધો કરતા પકડાયો ! NEET પેપર લીકમાં ગોધરા ભાજપનો હોદ્દેદાર પકડાયો, જે મુસ્લિમ છે. રાજકોટ ભાજપના બે નેતાઓ મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા સામે છાત્રાલયની વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કરવાનો ગુનો આટકોટમાં નોંધાયો ! સુરતમાં ભાજપના કોર્પોરેટર અમિત રાજપુત ઉપર અપહરણ અને બળજબરીથી મિલકત લખાવી લેવાનો ગુનો નોંધાયો. સુરત ભાજપના યુવા મોરચા મહામંત્રી મનીષ શાહ કરોડો રૂપિયાનું સરકારી અનાજ સગેવગે કરતા પકડાયો ! અમદાવાદ ભાજપનો ધર્મેન્દ્ર શાહ 240 કરોડની કટકી કરતા પકડાયો ! લોધિકામાં ભાજપના હોદ્દેદાર કૌશિક કમાણી/ મુકેશ તોગડિયા/ ભૂપત જાડેજા વગેરે ઈસમોએ કિંમતી ગૌચરની જમીન પડાવી લીધી ! અમરેલીમાં, 19 જુલાઈ 2024ના રોજ, ભાજપના પૂર્વ કૃષિ મંત્રી બેચરભાઈ ભાદાણી, તેના પુત્ર અતુલ ભાદાણી અને તેના પત્નિ નીતાબેન અતુલ ભાદાણીની માલીકીની જમીન પર અતુલ ભાદાણીના સાળા અલ્કેશ ભાનુભાઈ ચોડવડિયાની નકલી જંતુનાશક દવાની ફેક્ટરી ઝડપાઈ !
આ સમાચારો શું સૂચવે છે? મુસ્લિમો પ્રત્યે રાતદિવસ નફરત/ ધૃણા ફેલાવનારા ગોડસેવાદીઓ ડ્રગ્સનો ધંધો કરવામાં/ NEET પેપર લીક કરવામાં મુસ્લિમો સાથે ભાગીદારી કેમ કરતા હશે? ડ્રગ/ પેપર લીક/ બળાત્કાર/ અપહરણ/ બળજબરી/ લૂંટ/ નકલી જંતુનાશક દવા વડે ખેડૂતો સાથે છેતરપિંડી/ ભ્રષ્ટાચાર વગેરે ગુનાઓમાં ભાજપના નેતાઓ કેમ સંડોવાયેલાં હોય છે? અથવા ગુનેગારો સત્તાપક્ષ સાથે કેમ જોડાયેલા હોય છે? આજીવનકેદની સજા ભોગવેલા ગુંડાઓ સત્તાપક્ષ સાથે કેમ જોડાયેલા હોય છે? સત્તામાં કોંગ્રેસ હોય કે ભાજપ, ગુંડાઓ કાયમ સત્તાપક્ષ સાથે રહે છે, જેથી પોલીસનો ડર લાગે નહીં !
ગુનેગારોમાં ખોટા કામ કરવાની હિમ્મત ક્યાંથી આવતી હોય છે? ચૂંટણીમાં મતદારોને નિયંત્રણમાં રાખવા માટે સત્તાપક્ષ આવા તત્વોનો/ ગુંડાઓનો ઉપયોગ કરે છે. રીટર્ન ગીફ્ટ તરીકે સત્તાપક્ષ આંખ આડા કાન કરે છે. સત્તાપક્ષના આંખમીંચામણાના કારણે ભાજપ સાથે જોડાયેલ નેતાઓ ગુનાખોરીના રસ્તે ચડે છે. આ નેતાઓને ઊંડે ઊંડે આશા હોય છે કે ‘જેલમાં જવા છતાં ગૃહમંત્રી થઈ શકાતું હોય તો પાછું વળીને જોવું નથી ! ગમે તે ભોગે કામવાસના સંતોષી લો; કાળા કરતૂતો કરીને પણ નાણા/ સંપત્તિ એકત્ર કરી લો !’rs

Back to top button
error: Content is protected !!