મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારી ની ઉપસ્થિતિમાં પશુ સખી નો તાલીમ શુભારંભ કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીની ઉપસ્થિતિમાં પશુ સખી (A-Help) નો તાલીમ શુંભારંભ કાર્યક્રમ યોજાયો….
અમીન કોઠારી:- મહીસાગર
બરોડા ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા, મહિસાગર ખાતે પશુ સખી (AiHelp) નો 17 દિવસીય તાલીમ જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીની ઉપસ્થિતિમાં શુંભારંભ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા જિલ્લા પશુપાલન વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી RSETI મહિસાગર (લુણાવાડા)માં A-HELP કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ પોતાના અનુભવો શેર કરી 25 તાલીમાર્થી બહેનોને સારી તાલીમ લઈ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા અને તમામ પ્રકારની અંધશ્રદ્ધાથી દૂર રહેવાનો સંદેશો પણ આપ્યો હતો.
આ પ્રસંગે ડી.આર.ડી.એ. ડાયરેક્ટર શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોરે બહેનોને શિક્ષણ અંગેની માહિતી પુરી પાડી શિક્ષણથી થતા ફાયદાઓ વિશે માહિતગાર કર્યા હતા. અને પશુપાલન અધિકારીશ્રીએ પણ બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં અગ્રણી જિલ્લા મેનેજર શ્રી પી.આર.બારોટ પણ બહેનોને માર્ગદર્શન આપ્યું હતું.
સંસ્થાના ડાયરેક્ટર શ્રી વિશાલ અગ્રવાલએ તમામ મહાનુભાવોનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં ડીએલએમ શ્રી હરીશચંદ્ર રાઠોડ, કાર્યક્રમ સંયોજક શ્રી હરીશચંદ્ર હઝુરી, માસ્ટર ટ્રેનર્સ શ્રી વી.ડી.ગામીત, શ્રી જીતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.




