
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન તથા સચિવ દ્વારા અરવલ્લી જિલ્લાની મુલાકાત કરવામાં આવી
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન વી. ગજ્જર અને સચિવ ડૉ. ડી.ડી.કાપડીયા (Retd. I.A.S.-2010) દ્વારા અરવલ્લી જિલ્લાની મુલાકાત કરવામાં આવી. જેમાં શ્રી વા.હી.ગાંધી બહેરા-મૂંગા શાળા-મોડાસા ખાતે મુલાકાત લઈ ટ્રસ્ટીઓ તથા શાળાના સ્ટાફ સાથે બેઠક કરી શાળા વિશે ચર્ચા કરવામાં આવી તથા શાળામાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમ વિશે માહિતી મેળવવામાં આવી.
ચાઈલ્ડ વેલ્ફેર કમિટી-અરવલ્લીના ચેરમેનશ્રી તથા સભ્યની ઉપસ્થિતિમાં સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ-મોડાસા ખાતે મુલાકાત લઈ સંસ્થામાં આશ્રિત બાળકીઓ સાથે વાર્તાલાપ કરી તેમના સંસ્થામાં રહેવા અંગેના અનુભવોની ચર્ચા કરવામાં આવી તથા સંસ્થા નિરીક્ષણ કરવામાં આવ્યું. પાલક માતા-પિતા યોજનાના લાભાર્થીની ઘર મુલાકાત કરી તેમને મળતી યોજનાકીય સહાયથી તેમના જીવનમાં આવેલ પરીવર્તન વિશે ચર્ચા કરવામાં આવી તથા લાભાર્થી દિકરીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
તેમણે કોટેજ હોસ્પિટલ-ભિલોડા ખાતે બાળ કુપોષણ સારવાર કેન્દ્રની મુલાકાત કરી સારવાર અર્થે આવેલ કુપોષિત બાળકો અને તેમની માતા સાથે કેન્દ્ર પર મળતી સારવાર વિશે ચર્ચા કરવામાં આવી. સખી મંડળ દ્વારા સ્વસહાય જૂથો વડે કાર્યરત ભિલોડા મહિલા ફેડરેશન પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રની મુલાકાત કરી વિવિધ ઉત્પાદનો વિશે ચર્ચા કરવામાં આવી. આંગણવાડી કેન્દ્ર સાતરડા-૧ (તા.માલપુર) ની મુલાકાત કરી બાળકોને આપવામાં આવતી સેવાઓ વિશે ચર્ચા કરવામાં આવી તથા ગ્રામજનો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો.
સમગ્ર મુલાકાત દરમ્યાન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા આયોગના ચેરપર્સનશ્રી અને સચિવ જિલ્લા બાળ સુરક્ષા એકમની છેલ્લાં ૦૫ (પાંચ) વર્ષની કામગીરીની ચર્ચા કરવામાં આવી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમની કામગીરી વધુ સારી રીતે થાય તે માટે ચેરપર્સન અને સચિવ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.




