RAMESH SAVANI

ગરીબોને રુપિયા 8,500 કરોડનો દંડ !

દેશની ટોચની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ નાણાંકીય વર્ષ 2020 પછી ગ્રાહકોના ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ જાળવવા માટે દંડ ન વસૂલવાનો નિર્ણય લીધા પછી પણ, તે માટે 11 PSBs-જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમ પાંચ વર્ષમાં 34%થી વધુ વધી છે. 2020થી 2024 દરમિયાન ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા બદલ આશરે રુપિયા 8,500 કરોડની લૂંટ કરી છે !
સવાલ એ છે કે બેન્કના ખાતેદારો મિનિમમ બેલેન્સ જાળવી શકતા ન હોય તે ગરીબ હોય છે; એની સમજણ ‘ગરીબ પરિવારમાંથી આવવાનો દાવો કરનારા’ વડાપ્રધાનને નહીં હોય? દેશના અર્થશાસ્ત્રીઓને/ રીઝર્વ બેન્કને કંઈ ભાન નહીં હોય? 8,500 કરોડની રકમ નાની છે? ગરીબોનું કેટલું શોષણ ! આ સરકારી બેન્કો, ગરીબોની સેવા કરે છે કે મશ્કરી કરે છે?
અંધભક્તિની પરાકાષ્ઠા એટલી છે કે સરકારની આ લૂંટ પણ દિવ્ય લાગે છે ! રુપિયા 8,500 કરોડની લૂંટનો આંકડો રાજ્ય મંત્રી (નાણા) પંકજ ચૌધરીએ, લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જાહેર કર્યો છે ! પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે “બેંકોએ ખાતું ખોલાવતી વખતે ગ્રાહકોને લઘુત્તમ બેલેન્સની જરૂરિયાત વિશે શિક્ષિત કરવા જોઈએ !” મંત્રીને કોણ સમજાવે કે ‘આખા પ્રધાનમંડળ’ને શિક્ષિત કરવાની જરુર છે !
પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ એન્ડ સિંધ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા બેંક અને UCO બેંક લઘુત્તમ QAB-ત્રિમાસિક સરેરાશ બેલેન્સ ન રાખવા બદલ દંડ વસૂલ કરે છે. જ્યારે ઇન્ડિયન બેંક, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા લઘુત્તમ AMB- સરેરાશ માસિક બેલેન્સ ન રાખવા બદલ દંડ વસૂલ કરે છે.
વિવિધ PSB પાસે દંડ વસૂલવા માટે અલગ-અલગ પદ્ધતિ છે. પંજાબ નેશનલ બેંકની વેબસાઈટ દર્શાવે છે કે બચત ખાતાના ગ્રાહકે અનુક્રમે શહેરી અને મેટ્રો, અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં લઘુત્તમ QAB રુપિયા 2,000, / 1,000 અને 500 જાળવી રાખવા પડે ! જાળવણી ન કરવાથી અનુક્રમે રુપિયા 100 /150 અને 250 સુધીનો દંડ થાય !
કેનેરા બેંકની વેબસાઈટ મુજબ, બચત ખાતાના ગ્રાહકે શહેરી અને મેટ્રો વિસ્તારમાં રુપિયા 2,000નું AMB જાળવવું જરૂરી છે, જ્યારે તે અર્ધ શહેરી વિસ્તારમાં રુપિયા 1,000 અને ગ્રામીણ વિસ્તારમાં રુપિયા 500 છે. આ બેલેન્સ ન જાળવે તો ગ્રાહકે રુપિયા 25 થી 45 વચ્ચેની પેનલ્ટી GSTની સાથે ચૂકવવી પડે !
શરમજનક બાબત એ છે કે આ દંડ પર ગ્રાહકોએ GST પણ ચૂકવવાનો ! એટલું સારું છે કે સરકાર શ્વાસોશ્વાસ પર દંડ વસૂલતી નથી !rs [કાર્ટૂન સૌજન્ય : સતિષ આચાર્ય/ આલોક]

Back to top button
error: Content is protected !!