GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે,  ઓફિસમાં જુગાર રમતાં ૬ ઈસમો ઝડપાયા 

MORBI:મોરબીના લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે,  ઓફિસમાં જુગાર રમતાં ૬ ઈસમો ઝડપાયા

 

 

મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે તાલુકાના લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે લક્ષ્મી પ્લાઝા શોપિંગના બીજા માળે આવેલ ઓફિસમાં દરોડો પાડી જુગાર રમી રહેલા ૬ ઇસમોને રોકડા રૂ. ૧.૨૧ લાખ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી એલસીબી પોલીસને ખાનગીરાહે બાતમી મળી કે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા ગણેશભાઈ મોહનભાઇ ભંખોડીયાની લક્ષ્મીનગર ગામના બોર્ડ પાસે લક્ષ્મી પ્લાઝા શોપિંગમાં બીજા માળે ઓફીસ આવેલી છે જેમાં બહારથી માણસો બોલાવી પોતાના આર્થિક ફાયદા માટે તમામ પાસે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની મળેલ બાતમીને આધારે એલસીબી ટીમ દ્વારા ઉપરોક્ત લક્ષ્મી પ્લાઝાની બીજા માળે આવેલ ઓફીસ નં. ૨૬માં રેઇડ કરતા ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા ગણેશભાઈ મોહનભાઇ ભંખોડીયા ઉવ.૩૬ રહે.લક્ષ્મીનગર રોટરીનગર, નાનજીભાઈ સાવજીભાઈ પંચોટીયા ઉવ.૫૧ રહે.લક્ષ્મીનગર, વિપુલભાઈ પુનાભાઈ પરમાર ઉવ.૩૯ રહે.લક્ષ્મીનગર, અનિલભાઈ આશોકભાઈ અઘારા ઉવ.૨૭ રહે.ધરમપુર ટીંબડી, મગનભાઈ ભૂરાભાઈ વિરસોડીયા ઉવ.૫૫ રહે.લક્ષ્મીનગર, ભરત સવજી સાદરીયા ઉવ.૨૭ રહે.પાટીદાર ટાઉનશીપ ટીંબડી ગામના પાટીયે મૂળરહે.વિરપરડા ગામવાળાને રોકડા રૂ.૧.૨૧ લાખ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પકડાયેલ તમામ આરોપીઓની ધરપકડ કરી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!