GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલમાં મૂર્તિ વેચતા વેપારીના શેડમાં ઓઢણી નાખી ફાંસો ખાધેલી અંદાજીત વીસ વર્ષની અજાણી યુવતીની લાશ મળતાં ચકચાર.
તારીખ ૦૨/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ જીઇબી સામે સાવરીયા ટ્રેડર્સ નામે મૂર્તિ વેચતા વેપારીના ખુલ્લા શેડમાં વહેલી સવારે વેપારી દુકાને આવતા શેડ ઉપર ઓઢણી નાખી ફાંસો બનાવી ગળે ફાંસો ખાધેલી હાલતમાં અંદાજે વીસ વર્ષની અજાણી યુવતી ની લાશ મળી આવતા દુકાનદારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવતીની લાશ ઉતારી રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી હતી. ખુલ્લા સેડમાં રાત્રી દરમિયાન આ બનાવ બન્યો હોય તેવું જાણવા મળેલ છે વધુમાં વેપારીના ત્યાં લાગેલા સીસીટીવી પરથી સમગ્ર ઘટના ની વિગત બહાર આવે તેવી શક્યતા છે. વેપારીના શેડ માં ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતી મળી આવતા સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા પ્રાપ્ત માહીતી મુજબ યુવતી નો પરિવાર હાલોલ ખાતે રહેતો હોવાની વિગતો જાણવા મળી છે.