વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં સરવર ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ગામડા તેમજ આજુબાજુના ગામડામાં આહવા બી.એસ.એન.એલ ટેલીફોન ઈન્ટરનેટ સેવા દ્વારા કલમખેત ગામ ખાતે ટાવર મુકવામાં આવેલ છે.પરંતુ તે ટાવર મોબાઈલ ફોન ની રેન્જમાં આવતા ન હોવાથી લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે.જેથી ટાવર ની રેન્જ વધારવા માંગ ઉઠવા પામી છે.ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સરવર ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા ગામડા તથા આસપાસના ગામડા માટે આહવા બી.એસ.એન.એલ.ટેલીફોન ઈન્ટરનેટ ઓફિસનાં અધિકારીઓ દ્વારા કલમખેત ગામે ટાવર મુકવામાં આવેલ છે.જે ટાવર ની રેન્જ ખૂબ જ ઓછી હોવાના કારણે લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે.અને મોબાઈલ ફોનમાં ટાવર ન પકડાતો હોવાથી લોકોને ઘણી વખત ઇમરજન્સી સેવા પણ સમયસર મળી રહેતી નથી.જેથી ટેલીફોન ઓફિસર દ્વારા કલમખેત ગામે આવેલ ટાવર ની રેન્જ વધારી દેવામાં આવે અથવા સરવર ગામે ઊભો કરવામાં આવેલ ટાવર વ્હેલી તકે ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે સરવર ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચે લેખિતમાં રજૂઆત કરી હતી.ત્યારે આ સમસ્યા બાબતે આહવાનાં બી.એસ.એન.એલ અધિકારીઓ પગલા ભરશે ખરા તે સમય જ બટાવશે..