BANASKANTHAPALANPUR

જી. ડી.મોદી કૉલેજ ઓફ આર્ટસ. પાલનપુરમાં આર.બી.આઇ બેંક દ્વારા પ્લેસમેન્ટનું આયોજન

જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ,પાલનપુરમાં તારીખ 24/07/2024ના રોજ સવારે 9:15 કલાકે કેમ્પસના બી.સી.એ હોલમાં આર.બી.આઈ, નાબાર્ડ  અને  બેંક ઓફ બરોડાના સહયોગથી “Awareness Campaign in educational Campuses For Woman” વિષય પર પ્લેસમેન્ટ સેમીનારનું આયોજન કોલેજના પ્રિ.ડૉ.એસ.જી.ચૌહાણ સાહેબના માર્ગદર્શન નીચે પ્લેસમેન્ટ કો-ઓડિનેટર ડૉ.દીપકભાઈ પટેલે કર્યું હતું. આ સેમિનારમાં કુલ 133 વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી. સ્પીકર શ્રી સચિન પાટીદાર સર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર આર.બી.આઇ. અમદાવાદએ PPT દ્વારા આર.બી.આઇની સ્થાપના તેના કાર્યો, તેની સ્ટાફ ભરતી, તે માટેની પરીક્ષા અંગેની માહિતી આપી હતી. પ્રેઝન્ટેશનની સાથે સાથે ક્વિજ દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.  બેન્ક ઓફ બરોડા, પાલનપુરના મેનેજર હેમંત ગાધી સરે  સહયોગ  આપ્યો હતો. આ કાર્યક્રમમાં પ્લેસમેન્ટ સેલના સભ્ય ડૉ.વિજય  પ્રજાપતિ અને ડૉ.કલ્પનાબેન ગાવીત વિદ્યાર્થીનીઓ ને સેમિનારમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરી હતી.

Back to top button
error: Content is protected !!