




*સિધ્ધપુર નગરપાલિકાના સીટી સિવીક સેન્ટરનું મુખ્યમંત્રી દ્વારા ઈ લોકાર્પણ થયુ.*
*કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રીબીન કાપીને જન સુવિધા કેન્દ્રનું લોકાર્પણ થયુ.*
ઋષી તળાવ રેલ્વે અંડરબ્રિજ અને બિંદુ સરોવર ઓવરબ્રિજ બન્યા પહેલા દિવસમાં અનેકવાર રેલ્વે ફાટકો બંધ રહેતી હોવાના કારણે અનેકવાર સિધ્ધપુર શહેર પશ્ર્ચિમ વિસ્તારના લોકોને નગરપાલિકાની જન્મ મરણના દાખલા, લફાઈ, ગટર, પાણી, સ્ટ઼્રીટ લાઈટ જેવી મૂળભૂત સેવાઓની ફરીયાદો, રજૂઆત જમા કરાવવા અને ટેક્ષ ભરવા પૂર્વ તરફ આવવું કઠીન હતુ અને લગભગ લોકો ટાળતા ત્યારથી પશ્ર્ચિમ વિસ્તારમાં નગરપાલિકાની સેવાઓ સુલભતાથી મળી રહે તે માટે એક જન સુવિધા કેન્દ્ર બનાવવાની માંગ સતત ઉઠી રહી હતી. વર્તમાન અને પૂર્વના સદસ્યોએ પણ સમયાંતરે આ માટે રજૂઆતો કરી હતી જે આજે પૂર્ણ થતાં લો઼કોમાં આનંદ છવાયો છે. આજે સીટી સિવીક સેન્ટરનું લોકાર્પણ થયુ છે જેનો લાભ નગરની અડધી આબાદીને મળવાનો છે. સરકારી સેવાઓ લોકોને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકારના પણ સતત પ્રયાસો અને નિતી રહી છે. આપણા ધારાસભ્ય અને રાજ્યના કર્મઠ મંત્રી બલવંતસિંહ રાજપૂતના પ્રયાસોથી આ વર્ષો જુની માંગ હવે સંતોષાઈ છે. ભૂતપૂર્વ અને વર્તમાન બોર્ડના સભ્યો, પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, કારોબારી સમિતી ચેરમેન રશ્મિનભાઈ દવે, બોર્ડના સાથીઓ અંકુરભાઈ મારફતિયા, ભાવેશભાઈ રાજ્યગુરૂ વિગેરે તથા મ્યુ. સદસ્યો ઉપરાંત નગરપાલિકાના મુખ્યઅધિકારી જીતેન્દ્રભાઈ પટેલ અને તેમના પૂરોગામીઓ ધન્યવાદને પાત્ર છે. નગરપાલિકાની મહદંશ સેવાઓ આ જનસુવિધા કેન્દ્રથી મળી રહેશે જેથી વેરો ચૂકવતા નાગરીકોને સરળતા રહેશે.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ પંડ્યા અને પદાધિકારીઓ, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, શંભુભાઈ દેસાઈ, કિરણભાઈ શાસ્ત્રી, જશુભાઈ પટેલ, પ્રજ્ઞાબેન ઠાકર,કનુજી ઠાકોર, કૌશલભાઈ જોષી સહીત નગરના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
વાત્સલ્યમ દૈનિક સમાચાર
બળવંત રાણાસિદ્ધપુર
*સિધ્ધપુર અબતક ન્યૂઝ*
				


