GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો અટકાવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

તા.૨/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ચોમાસાની ઋતુ દરમિયાન વાહકજન્ય રોગોને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજકોટના શાપર વેરાવળ ગામ ખાતે એએલએમ સર્વે સુપરવિઝન દ્વારા પણ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

જે અન્વયે ગામમાં ઘરે ઘરે જઈને પાણીની ટાંકીઓને ઢાંકવા, પક્ષીઓ માટે પાણીના કુંડામાં અને ગામના ખાડા ખાબોચીયામાં ચોમાસાનું પાણી ભરાતા મચ્છરોનું પ્રમાણ વધતા અટકાવવા જંતુનાશક દવાઓનો છંટકાવ કરાયો હતો. ઉપરાંત, ગ્રામજનોને ઘર અને જાહેર સ્થળોએ કચરાનો યોગ્ય નિકાલ કરવા અને સ્વચ્છતા જાળવવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!