AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે આવેલ “ડાંગ દરબાર”નો ભરાતા મેળાની જગ્યા અન્યને ન ફાળવવા રજૂઆત.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે દર વર્ષે ડાંગ દરબારનો મેળો યોજાય છે. દર વર્ષે ડાંગ દરબાર નો મેળો એક જ સ્થળ પર યોજવામાં આવે છે ત્યારે આ જગ્યા કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કે સરકારી વિભાગને પ્લોટ કે જગ્યા ફાળવવામાં ન આવે તે માટે ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ તથા સામાજિક કાર્યકર્તા દિલીપ જી. ચૌધરીએ  ડાંગ જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતુ.ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે દર વર્ષે હોળીના તહેવાર સમય વર્ષોથી “ડાંગ દરબાર”ના મેળા નું આયોજન કરવામાં આવે છે. આ ડાંગ દરબાર ડાંગ જિલ્લાના આદિવાસીઓની સંસ્કૃતિનું એક પ્રતીક છે. આ મેળા દરમિયાન આદિવાસી સંસ્કૃતિ તથા તેમના રીતિ રિવાજોના પણ દર્શન થતા હોય છે.ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી ડાંગ બહારના લોકો પણ આ ડાંગ દરબાર ની મુલાકાત લેતા હોય છે અને તેનું મહત્વ પણ વધવા પામ્યું છે. યુવા વર્ગ માટે ડાંગ દરબાર નો મેળો અતિ લોકપ્રિય છે. તેમજ દર વર્ષે ડાંગ દરબારના મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.આહવા ખાતે નવી કોર્ટ તથા પોલીસ સ્ટેશન ની બાજુમાં આવેલ સરકારી જગ્યામાં ખાનગી કે સરકારી પ્લોટ કે જગ્યા ફાળવવામાં ન આવે અને હવે પછી ફાળવેલ હોય તો રદ કરીને હંમેશા માટે ડાંગ દરબારના મેળાની સરકારી જગ્યા સુરક્ષિત કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ તથા સામાજિક કાર્યકર્તા દિલીપભાઈ જી. ચૌધરી એ ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

Back to top button
error: Content is protected !!