કાલોલ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ એમ.એમ.ઠાકોર અને એમ.કે.માલવિયા ને મળ્યુ પીઆઇ તરીકે પ્રમોશન.

તારીખ ૦૪/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત પોલીસ વિભાગમા ફરજ બજાવતા ૨૩૩ જેટલા પીએસઆઈ કક્ષાના અધિકારીઓને પીઆઈ તરીકે પ્રમોશન આપવામા આવ્યુ છે. પંચમહાલ જીલ્લામા પંચમહાલ પોલીસમા ફરજ બજાવતા બે પોલીસ અધિકારીઓને પણ પ્રમોશન મળ્યુ છે.પચમહાલ પોલીસ વિભાગમા ફરજ બજાવતા મંયકકુમાર મગનસિંહ ઠાકોર અને મહોબતસિંહ કાલુજી માલવિયા ને પ્રમોશન મળ્યુ છે. પંચમહાલ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આ પોલીસ અધિકારીઓની પાઈપીંગ સેરેમની રાખવામા આવી હતી. અને તેમને શુભેચ્છાઓ પાઠવામા આવી હતી.પંચમહાલ જીલ્લા રેન્જ આઈજી આર.વી.અસારી તેમજ ઇન્ચાર્જ જીલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ડૉ.એમ.એમ.ઠાકોર અને એમ.કે.માલવિયા નું પ્રમોશન થતા કાલોલ પંથકના સામાજીક તેમજ રાજકીય આગેવાનો અને પ્રત્રકારો તથા પોલીસ સ્ટાફ દ્વારા આ બન્ને પીઆઈ ને શુભેચ્છાઓ પાઠવી સાથે કાલોલ પંથકના લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.






