થરામાં શ્રી રામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણની આવતી કાલથી શુભ શરૂઆત…
છેલ્લા ૭૫ વર્ષ એટલે કે સંવત ૨૦૦૬ થી ૨૦૮૦ અવિરત શ્રી રામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણ ચાલુ...
- થરામાં શ્રી રામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણની આવતી કાલથી શુભ શરૂઆત…
કાંકરેજ તાલુકાની ધન્યધરામાં આવેલ થરા જુનાગામતળ ખાતે બિરાજમાન શ્રી રામજી મંદિરે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ.પૂ. ભગવાનશ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યાશ્રી રમાબેનજી હરિયાણીની પાવન નિશ્રામાં પંડિત ગીરધરરામજી અને સુશીલભાઈ (શ્રી ગીતા ભવન ઋષિકેશજી)ના સ્વમુખે શ્રીરામ ચરિતમાનસના પાઠનું પઠન આવતીકાલ સંવત ૨૦૮૦ ના શ્રાવણસુદ-૧ ને સોમવાર તા.૦૫/૦૮/૨૦૨૪ થી શ્રાવણસુદ-૮ ને મંગળવાર તા.૧૩/૦૮/૨૦૨૪ સુધી નવ દિવસ સવારે ૧૦.૩૦ થી બપોરે ૧ કલાક તથા ૩. ૩ થી સાંજે ૬. ૩૦ કલાક ૯ દિવસ સુધી પાઠ કરવામાં આવશે.તો આ અવસરે લાભ લેવા આયોજકોએ જણાવ્યું છે.આ પ્રસંગના મુખ્ય યજમાન તથા ભોજન પ્રસાદના યજમાન ઠક્કર પ્રાગજીભાઈ મેઘજીભાઈ પરિવારે લાભ લીધો છે.જયારે દૈનિક યજમાનમાં શ્રાવણ સુદ-૧ ના રમાબેન હરીયાણી,લાભુબેન ઠક્કર મહેસાણા,મંગુબેન ટી.ઠક્કર પરિવાર,કાંતિલાલ ડી.અખાણી પરિવાર,વિમળાબેન એચ. સોનપાલ પરિવાર (ગોધાણા), બીજના જયંતીલાલ કે.ઠક્કર (દૂદખા),લતાબેન જે.ઠક્કર પરિવાર (કાઠી- અમદાવાદ), કુંવરબા ચંદ્રસિંહજી વાઘેલા પરિવાર,ત્રીજના કમળાબેન કે. સોની,મંજુલાબેન જે.સોની ચોથ ના જીતેન્દ્રકુમાર એચ.ઠક્કર બુકોલી,રસીલાબેન આર.ઠક્કર ડીસા,પાંચમ ના પ્રભુરામભાઈ એમ.કાનાબાર પરિવાર,શ્રી માનસ સેવક પરિવાર (થરા- અમદાવાદ) છટ્ઠ ના ભીખાભાઈ જે.ઠક્કર પરિવાર,પુષ્પાબેન આર.કોટક પરિવાર,તેજારામભાઈ એ. અખાણી પરિવાર,રતિલાલ એમ. અખાણી પરિવાર સાતમના હીરાબેન આર.ઠક્કર પરિવાર, શારદાબેન એ.ઠક્કર પરિવાર, અમરતલાલ ડી.ઠક્કર પરિવાર, દયાબેન પી.ઠક્કર ડીસા,લતાબેન જે.ઠક્કર પરિવાર અમદાવાદ, વાલુબેન એચ.હાલાણી પરિવાર, આઠમના રમેશભાઈ ડી.પટેલ, નોમના સ્વ.ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ ઠક્કર પરિવાર, પ્રભુરામભાઈ કે.ઠક્કર પરિવાર હસ્તે રાજુભાઈ લાટી,શશીબેન જે.ઠક્કર પરિવાર તેરવાડા, લતાબેન જે.ઠક્કર પરિવાર કાઠી, અમૃતલાલ જી.કોટકે લાભ લીધો છે.શ્રી રામચરિત માનસ પારાયણ માં કોઈને અગવડ ના પડે તેના માટે આયોજકોએ પૂર્વ તૈયારીઓ કરી છે.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦