વિજાપુર ખાતે 78 મા સ્વાતંત્ર્ય દિવસ નિમત્તે જીલ્લા કક્ષાનો ધ્વવંદન કાર્યક્રમ કેબીનેટ મંત્રીના હસ્તે હેલીપેડ ના મેદાનમાં યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખાતે 78 મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે જીલ્લા કક્ષાનો ધ્જવંદન નો કાર્યક્રમ કેબીનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ની અધ્યક્ષતા યોજાયો હતો. જેમાં કેબીનેટ મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે સવારે 9 કલાકે રાષ્ટ્રીય ધ્વજ ને સલામી આપી હતી. જેમાં પોલીસ અધિકારીઓ પોલીસ કર્મીઓ હોમ.ગાર્ડના જવાનો જી.આર.ડી ના જવાનો સહિતે રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી હતી. આ કાર્યક્રમ મા સંસદ સભ્ય હરિભાઈ પટેલ સાંસદ સભ્ય પંકજભાઈ નાયક ધારાસભ્ય સી.જે ચાવડા જીલ્લા કલેક્ટર જીલ્લા મેજિસ્ટ્રેટ પૂર્વ ધારાસભ્યો તેમજ તાલુકાની શાળા ના બાળકો વિદ્યાર્થીઓ વિધાર્થિનીઓ સમાજીક કાર્યકરો અગ્રણી ઓ ઊપસ્થિત રહ્યા હતા કેબિનેટ મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું હતુકે આઝાદી ચળવળ માટે રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે ભારત છોડો નું અહિંસક આંદોલન છેડ્યું હતુ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશનું બંધારણ ના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર સહીત વીર જવાનો ને યાદ કર્યા હતા. હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દેશના વિકાસ ના કામો થઇ રહ્યા છે દેશ વિકાસની હરણફાળ ગતિએ આગળ વધી રહ્યો છે. આજે 15 મી ઓગષ્ટ ના 78 માં સ્વાતંત્ર્ય દીવસ ની આપણે સહુ ઉજવણી કરી રહ્યા છીએ ચાલુ દશ્કના વડાપ્રધાન ની નેતૃત્ત્વ મા દેશની સરકાર ગરીબો માટે વિવિધ યોજના ઓ શરૂ કરી છે. તેમજ ઉદ્યોગો સ્થાપી દેશ વિકાસ તરફ ગતિ કરી રહ્યો છે.