GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:’ગુલાબ’ ને ‘ગુલાબ’ નો પ્રસાદ શુભ રાજા ની પ્રેરણાદાયક પ્રવુતિઓ’

MORBI:’ગુલાબ’ ને ‘ગુલાબ’ નો પ્રસાદ શુભ રાજા ની પ્રેરણાદાયક પ્રવુતિઓ’
શુભ રાજાએ આજે રવિવારે 200 થી વધારે ગરીબ બાળકોને ગુલાબ ફળોનું વિતરણ કર્યું.
મોરબીમાં રહેતા શુભ રાજા Sunday Service નામે ઘણા સમયથી સેવાકીય પ્રવુતિઓ કરે છે કે જેમાં ગરીબ બાળકો, સગર્ભા બહેનો, અનાથ આશ્રમમાં રહેતા વૃદ્ધ લોકોને સીઝનલ ફળો, દૂધ, નાસ્તો, દવા વગેરે વસ્તુઓ આપીને રવિવારની રજાનો સદઉપયોગ કરે છે. ભણવામાં તેજશ્વી શુભ 13 વર્ષનો છે અને ધોરણ 8 માં અભ્યાસ કરે છે. શુભના પિતા રવિભાઈ રાજા તથા માતા હેતલબેન રાજા શિક્ષકો છે. શુભ તેમણા માતા – પિતા, દાદા – દાદી અને તેમના ફૈબા દીપાબેન કેજે મુંબઈમાં રહે છે તેમની પ્રેરણાથી આવા ઉત્તમ પ્રેરણાદાયક કાર્યો કરે છે.









