
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
શાળાની પર્યાવરણીય વૃક્ષારોપણની કામગીરીને પણ બિરદાવાઇ.
માંડવી ,તા- ૦૫ ઓગસ્ટ : ક્ચ્છના બહુ જ જૂના તેમજ જાણીતા અને ખરા અર્થમાં શિક્ષણને સમર્પિત સારસ્વતમ્ ટ્રસ્ટ, માંડવી દ્વારા ક્ચ્છના અંતરિયાળ તેમજ દૂરવર્તી વિસ્તારોમાં ચાલતી ૨૦ હાઇસ્કૂલોના ધો. ૧૦ તેમજ ૧૨ ના ૮૦% ઉપર ગુણ મેળવનાર તેજસ્વી તારલાઓ તેમજ SSC મુખ્ય વિષયમાં ૧૦૦% પરિણામ પ્રાપ્ત કરનાર શિક્ષકો અને શાળાની વિશિષ્ટ પ્રતિભાઓને દર વર્ષે સન્માનિત કરવામાં આવે છે. આવો જ એક સરસ્વતી સન્માન સમારોહ તેમજ વહિવટી અને શૈક્ષણિક સેમિનાર સારસ્વતમ્ ટ્રસ્ટ દ્વારા માંડવી મધ્યે ટ્રસ્ટના અધ્યક્ષા વિજયાલક્ષ્મીબેનની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવેલ હતો. જેમાં વર્ષ ૨૦૨૪ માં સારસ્વતમ્ ટ્રસ્ટ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણાનુ SSC અને HSC નુ ૧૦૦% ઐતિહાસિક પરિણામ આવેલ હતુ. એ બદલ ટ્રસ્ટ દ્વારા શાળાના આચાર્ય શ્રી ડૉ.વી.એમ.ચૌધરી સાહેબનુ મોમેન્ટો, પુસ્તક અને શાલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવેલ હતુ અને શાળામાં થયેલ પર્યાવરણ સંબંધિત વૃક્ષારોપણની ઉમદા કામગીરીને બિરદાવતા તાત્કાલિક ૧૦૦૦ રૂપિયાનુ રોકડ પુરસ્કાર પણ શાળાને આપવામાં આવેલ હતુ. SSC માં મુખ્ય વિષયમાં ૧૦૦% પરિણામ લાવવા બદલ અંગ્રેજી વિષયમાં શાળાના શિક્ષક અલ્પેશભાઈ જાની, વિજ્ઞાનમાં આશાબેન પટેલ તેમજ ગણિતમાં કિશનભાઇ પટેલને સારસ્વતમ્ ટ્રસ્ટના મંચસ્થ મહાનુભાવો દ્વારા પુસ્તક, પુરસ્કાર તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ હતા. વળી, વિશિષ્ટ સન્માનમાં આ શાળાની ભૂતપૂર્વ વિધાર્થીની ધલ શકીના જે હાલે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સેવારત છે, તેને પણ સન્માનિત કરવામાં આવેલ હતી. બપોરના ભોજન બાદના બીજા શેસનમાં વહીવટી તેમજ શૈક્ષણિક સેમિનારનુ આયોજન ૨૦ હાઇસ્કૂલના આચાર્ય, ક્લાર્ક તેમજ શિક્ષકો માટે કરવામાં આવેલ હતુ. જેનો મૂળ હેતુ વહીવટી ગૂંચવણો અંગેનુ માર્ગદર્શન તેમજ શિક્ષણની ગુણવત્તા અને પરિણામ સુધારણાનો રહેલ હતો. જેમાં શાળાનો સમગ્ર સ્ટાફ જોડાયેલ હતો. શૈક્ષણિક સેમિનારમાં અંગ્રેજી વિષયમાં કઇ રીતે સારા ગુણ લાવી પરિણામ સુધારી શકાય એ બાબતે નિરોણા હાઇસ્કૂલના શિક્ષક અલ્પેશભાઈ જાનીએ વિસ્તૃત માર્ગદર્શન આપેલ હતુ. આ કાર્યક્રમમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે, કચ્છ યુનિવર્સિટીના વી.સી. પટેલ સાહેબ, કવિ ગોવર્ધન પટેલ, ડૉ કૌશિક શાહ, પૂર્વ ધારાસભ્ય શિવજીભાઇ આહીર, તમામ ટ્રસ્ટીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન વહીવટી અધિકારી મુલેશભાઇ દોશીએ કરેલ હતુ.







