BHARUCHGUJARATNETRANG

નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે વિશ્વ આદિવાસી દિવસ તેમજ હર ધર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ. 

 

બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ

તા.૦૫/૦૮/૨૦૨૪

 

નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ,મામલતદાર રીતેશ કોકણી,નાયબ મામલતદાર ચૌધરી ની અધ્યક્ષતામા તલાટી કમ મંત્રીઓ સાથે ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તેમજ ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી બાબતે મિટિંગ નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા તલાટી મંડળના પ્રમુખ ભાસ્કર વસાવા સહિત તમામ તલાટીઓ હાજર રહ્યા હતા. આ મિટિંગમા વિકાસ કમિશનર દિનેષ કોયા એ તા.૪ ઓગસ્ટ રોજ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૪ સ્વાતંત્ર્ય દિન નિમિતે “હર ધર તિરંગા અભિયાન” તથા અન્ય કાર્યક્રમોની ઉજવણી કરવા બાબતે પત્ર થકી કરેલ સુચનો મુજબ તબક્કા વાર કાર્યક્રમો તથા તેની ઉજવણી ભવ્ય રીતે થાય તે બાબતે તલાટીઓ ને સમજ આપવામા આવી હતી.

Back to top button
error: Content is protected !!