
તા.૧૧.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod: વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર કતવારા ખાતે કુટુંબ નિયોજનના ઓપરેશન નો કેમ્પ યોજાયો
“વિકસિત ભારત ની નવી પહેચાન માં બનવાની ઉંમર એજ, જ્યારે શરીર અને મન તૈયાર હોય” થીમ અંતર્ગત વિશ્વ વસ્તી દિનની ઉજવણી અન્વયે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ અધિક જીલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કતવારા ખાતે કુટુંબ નિયોજન ઓપરેશન નો કેમ્પ યોજાયો હતો આ કુટુંબ નિયોજન કેમ્પમાં દાહોદ તાલુકાના ૨૧ ગરબાડા ૦૧ ધાનપુર ૦૬ અને દેવગઢ બારીયા ના ૦૨ કુલ:૩૦ જેટલા લાભાર્થીઓ એ લાભ લીધો હતો અને પરિવાર નિયોજન નો સંદેશો આજે વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત સમાજ માં આપ્યો હતો પરિવાર નિયોજનના અપનાવો પગલાં અને પ્રગતિના નવા અધ્યાય આ કેમ્પ માં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના અધિક્ષક તાલુકા હેલ્થ ઓફિસર અને ડૉક્ટર મિત્રો અને ઓપરેશન માટે આવેલ લાભાર્થીઓ હાજર રહ્યા હતા





