GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જીલ્લા પંચાયત હોલ ખાતે “નારી વંદના ઉત્સવ” અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી.

મહીસાગર જીલ્લા પંચાયત હોલ ખાતે ‘નારી વંદના ઉત્સવ’ અંતર્ગત “મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી

અમીન કોઠારી :- મહીસાગર

  1. મહીસાગર જીલ્લા પંચાયત તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત હોલ ખાતે ‘નારી વંદના ઉત્સવ’ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બી કે પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી નંદાબેન ખાંટની વિશેષ ઉપસ્થિતમાં “મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી.

 

મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કાર્યક્રમમાં સ્વ સહાય જુથ, પશુપાલન, મિલેટ અને પ્રાકૃતિક ખેતી, બેન્ક સખી, સરપંચ સહિત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિધ્ધી મેળવનાર મહિલાઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા પશુપાલક વેલણવાડા ગામના શિલ્પાબેન પટેલ, પટ્ટણ ગામના લીલાબેન માછી, કાસોડી ગામના સરોજબેન પટેલ, ખાટા ગામના શોભનાબેન પટેલ, મહિલા વેટરનરી ડોકટર ઉર્વી પટેલ, મહિલા ખેડૂત મોહિલા પડ ગામના દરિયાબેન બારિયા અને લુણાવાડા નગરના રિધ્ધિબેન રાવલ,સ્વ સહાય જુથના જાગૃતિબેન પંચાલ, શાંતાબેન વણકર, ચાવડી બાઈના મુવાડાના સરપંચ મેઘાબેન પટેલ, જોરાપુરા ગામના સરપંચ રસિલાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.તાજેતરમાં સખી સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે સંવાદ કરનાર શાંતાબેન સહિત વિશિષ્ટ સિધ્ધીઓ મેળવનાર મહિલાઓએ પોતાના પ્રતિભાવ આપી અન્ય મહિલાઓને પ્રેરિત કરી હતી.

આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, નાયબ પશુપાલન અધિકારીશ્રી એમ.જી.ચાવડા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જે.આર.પટેલ, મહિલા અને બાળ અધિકારીશ્રી એમ.વી.રોઝ સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Back to top button
error: Content is protected !!