GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના સુંદરગઢ ગામે સ્ટ્રીટ લાઇટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા ૮ પતા પ્રેમીઓ ઝડપાયા

 

Halvad:હળવદના સુંદરગઢ ગામે સ્ટ્રીટ લાઇટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા ૮ પતા પ્રેમીઓ ઝડપાયા

 

હળવદ તાલુકાના નવા સુંદરગઢ ગામે પોલીસે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરતા શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા ઘનશ્યામભાઈ પ્રભુભાઈ પરમાર ઉવ.૩૫, બળદેવભાઈ ઘોઘજીભાઈ ડાભી ઉવ.૩૦, રાજેશભાઈ છેલાભાઈ ગીંગોરા ઉવ.૩૨, નાજાભાઈ રાણાભાઈ ગીંગોરા ઉવ.૫૪, રમેશભાઈ કરણાભાઈ લીલાપરા ઉવ.૫૦, મુકેશભાઈ જગાભાઈ ચરમારી ઉવ.૪૪, ભરતભાઈ કાળુભાઈ ખાંભડીયા ઉવ.૩૮ તથા દશરથભાઈ કમાભાઈ લીલાપરા ઉવ.૪૮ તમામ આરોપી રહે.નવા સુંદરગઢ તા.હળવદ જી.મોરબીવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાહિત્ય તેમજ રોકડા રૂ.૧૬,૪૪૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!