BANASKANTHAGUJARATPALANPUR

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંચાલિત સ્વસ્તિક બાલવાટિકામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ પૂજા કાર્યક્રમ યોજાયો

6 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા
  
 શ્રી સોળ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સાળવી પ્રાથમિક શાળાના સ્વસ્તિક બાલવાટિકા વિભાગમાં શ્રાવણ માસ નિમિત્તે શિવ પૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોએ ફૂલ અને બીલીપત્ર શિવલિંગ પર અર્પણ કરી આરતી કરી ઓમ નમઃ શિવાય મંત્રો નું ગાન કરી પવિત્ર શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે શિવ પૂજા કરી હતી.આ કાર્યક્રમ નું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ નાં માર્ગદર્શન હેઠળ સાળવી પ્રાથમિક શાળાના આચાર્ય રવિન્દ્રભાઈ મેણાત, ઉપાચાર્ય રંજનબેન પટેલ સહિત બાલવાટિકા નો સમગ્ર સ્ટાફગણ તેમજ બાલવાટિકાના નાના ભૂલકાઓએ સ્વસ્તિક પ્રાંગણને ઓમ નમઃ શિવાયના નાદ સાથે શિવમય બનાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!