GUJARATKUTCHMANDAVI

નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી અંતર્ગંત માધાપર મોર્ડન શાળા ખાતે “બેટી બચાઓ બેટી પઢાઓ” દિવસની ઉજવણી કરાઇ.

વિદ્યાર્થીનીઓને ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા તથા આત્મનિર્ભરતા સાથે માનસિક રીતે મજબુત થવા પર ભાર મૂકાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા૦૬ ઓગસ્ટ : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૮ ઓગસ્ટ સુધી “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગંત શ્રી પ્રીતિ શર્મા (મેનેજીંગ ડાયરેક્ટર, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.)ના અધ્યક્ષ સ્થાને માધાપર મોર્ડન સ્કૂલ ખાતે “બેટી બચાઓ બેટી પઢાઓ” દિવસની ઉજવણી કરવામાં આવી હતી.મોર્ડન સ્કુલ માધાપર ખાતે કે.જી.બી.વી.ની દીકરીઓ સાથે કરાયેલા આયોજનમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. મેનેજીંગ ડાયરેક્ટરશ્રી પ્રીતિ શર્માએ દીકરીઓને સંબોધીને કહ્યું હતું કે, “Build Your Name and Build Your Identity” . દરેક દીકરીઓએ પોતાની જાતને શ્રેષ્ઠ માની પોતાના સ્વપ્નને સાકાર કરવા કટીબદ્ધ થવું જોઈએ. તેમણે વિદ્યાર્થીનીઓને ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા ભલામણ કરી હતી તથા દીકરીઓને આત્મનિર્ભર બની માનસિક રીતે મજબુત થવા પર ભાર મૂકયો હતો.“બેટી બચાઓ બેટી પઢાઓ”ના સૂત્રને સાકાર કરતા પી.એસ.આઈ.શ્રી નીતાબેન ચૌધરી દ્વારા સાયબર સિક્યુરીટી અને સાયબર સેફટી વિષે માહિતી આપી દીકરીઓને નીડર થવા જણાવ્યું હતું. અત્યારના સમયની પરિસ્થિતિને અનુરૂપ ડૉ. પ્રતિમા ભાનુશાળી દ્વારા મેન્સ્ટ્રુઅલ હાઇજીન અંગે માહિતી આપવામાં આવી હતી.ડીસ્ટ્રીક્ટ મિશન કોઓર્ડીનેટરશ્રી ફોરમબેન વ્યાસ દ્વારા ગુડટચ અને બેડટચ અંગે જણાવીને કોઈ દીકરી સાથે આવું થાય ત્યારે શું પગલા લેવા તે અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં જોડાયેલ તમામ વિદ્યાર્થીઓને હાઇજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં DHEWની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમમાં શિક્ષણ વિભાગમાંથી વનીતાબેન મહીડા, પી.એચ.સી. માધાપરના ડૉ.પ્રતિમા ભાનુશાળી, સમગ્ર શિક્ષા અભિયાનના જિલ્લા કો-ઓર્ડીનેટરશ્રી જસ્મીકાબેન, કે.જી.બી.વી.ના વોર્ડનબેન શિલ્પાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!