PATANSIDHPUR

સિદ્ધપુરના બીઆરસી ભવન ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ અને સુપોષણ સંવાદની ઉજવણી કરાઈ* 

એક પેડ મા કે નામ’ થીમ અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓ દ્વારા ફળાઉ રોપાનું વાવેતર કરાયું*

 

*સિદ્ધપુરના બીઆરસી ભવન ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ અને સુપોષણ સંવાદની ઉજવણી કરાઈ*

 

*‘એક પેડ મા કે નામ’ થીમ અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓ દ્વારા ફળાઉ રોપાનું વાવેતર કરાયું*

સિદ્ધપુર તાલુકામાં આવેલ બીઆરસી ભવન ખાતે તાલુકા કક્ષાના વિશ્વ સ્તનપાન સપ્તાહ તેમજ સુપોષણ સંવાદની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ઉપરાંત નારી વંદના કાર્યક્રમ તથા એક પેડ મા કે નામ થીમ અંતર્ગત આઈસીડીએસ વિભાગ દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને કાર્યક્રમ કરવામાં યોજવામાં આવ્યો હતો.

 

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા હેલ્થ ઓફિસરશ્રી દ્વારા મહિલાઓને સ્તનપાન બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. માતાનું પ્રથમ દ્રાવણ બાળક માટે અમૃત સમાન છે. તેમજ જન્મથી બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી સ્તનપાન અને સ્તનપાનની પદ્ધતિઓ વિશે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. વધુમાં આઈસીડીએસ બાળ વિકાસ યોજના અધિકારીશ્રી રંજનબેન દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને શું શું કાળજી રાખવી તથા આંગણવાડી કેન્દ્રમાં મળતા THR પેકેટ માતૃશક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કીટ આપી સુપોષણ સંવાદની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ એક પેડ મા કે નામ થીમ અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓ દ્વારા ફળાઉ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં સિધ્ધપુર આઇસીડીએસ વિભાગના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી રંજનબેન શ્રીમાળી, આરોગ્ય વિભાગમાંથી તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ.મયુરભાઈ, મેડિકલ ઓફિસરશ્રી નિલેશભાઈ, આંગણવાડી સુપરવાઇઝરશ્રી દક્ષાબેન ઠક્કર, ભારતીબેન સોલંકી, વૈશાલીબેન ચૌધરી, PSE ઇન્સ્ટ્રક્ટર બહેનો, FHW, આંગણવાડીના કાર્યકર બહેનોનો, આરોગ્ય સ્ટાફ તથા સગર્ભા અને ધાત્રી માતાઓ હાજર રહ્યા હતા

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

Back to top button
error: Content is protected !!