દેશભક્તિનો માહોલ: એરશાઢાણી ગામે અગ્નીવિર બની આવેલા યુવકનું ભવ્ય સન્માન
ડીસાના એરશાઢાણી ગામના યુવકના અગ્નિની ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન ગામમાં આવતા ભવ્ય સન્માન યાત્રા યોજાઈ હતી. જેનાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. હાલના સમયમાં યુવાનોમાં દેશભક્તિ સાથે દેશ સેવા કરવાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૈન્યમાં ભરતી થવા માટે અગ્નિવીર યુવકોની સેના ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે
ત્યારે ડીસાના એરશાઢાણી ગામના યુવાન ઠાકોર હરેશજી રાજુજી અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવતા ભવ્ય સ્વાગત સન્માન યાત્રા નીકળતા દેશભક્તિનો માહોલ છવાયો હતો.જેમાં સમગ્ર એરશાઢાણી ગ્રામજનોએ તેમનું સામૈયું કરી ગામમાં ભવ્ય સન્માન યાત્રા નીકાળી હતી.એરશાઢાણી ગામના સામાજિક યુવાન હકાજી ઠાકોર સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન ગામમાં આવતા ગામ લોકો તેમજ યુવાનો ટીમ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.સાથે જ યુવાનો માટે પ્રેરણા રૂપે સાબિત થશે અને યુવાનો દેશ માટે સેવા કરશે અમારા માટે ગામ માટે ભાગ્યશાળી તરીકે ગણી શકાય કેમ કે એક સાથે ત્રણ યુવાનો અગ્નિ પરીક્ષા પાસ કરી દેશની સેવા માટે જશે તેમનું જીવન સમર્પણ કર્યું છે એ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ પ્રસંગે આજુબાજુ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ભરત ઠાકોર ભીલડી
				



