વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
સ્વર્ગસ્થ રમણલાલ પટેલ આશરે 15 વર્ષની વયે વાંસદા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ માં સામાન્ય ક્લાર્ક તરીકે જોડાયા હતા તેઓ 65 વર્ષ સુધી સહકારી સંસ્થામાં સેવા આપી અંતે મેનેજર તરીકે રહી નિવૃત્ત થયા હતા. સ્વર્ગસ્થ જલારામ સેવા ટ્રસ્ટ .જલારામ જન સેવા પ્રતિષ્ઠાન .યાદગાર મંડળ. જલારામ મંદિર . ઞઢી ધર્મશાળા ના ટ્રસ્ટી.શ્રી લેઉ આ ખંભાત પાટીદાર સમાજ ના સ્થાપક ટ્રસ્ટી અને ઉપપ્રમુખ તરીકે નોંધનીય સેવા આપી હતી નિસ્વાર્થ ટ્રસ્ટી તરીકે અંતિમ સમય સુધી સેવા આપી હતી સ્વર્ગસ્થ વાંસદા તાલુકા કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકે ખૂબ જ કપરા સમયમાં અને લાંબા સમય સુધી સંસ્થાને પોતાનું યોગદાન આપ્યું હતું જે પ્રજા આજે પણ યાદ કરે છે સ્વર્ગસ્થમાં જવાથી ટ્રસ્ટોને અને સમાજને ખૂબ જ મોટી ખોટ પડી છે સ્વર્ગસ્થની અંતિમયાત્રા ખાંભલા ઝાંપા નિવાસ સ્થાનેથી નીકળી જલારામ મંદિર થઈ ખરીદ વેચાણ સંઘ પાસેથી શ્રી પ્રતાપ હાઇસ્કુલ પાસે ટ્રસ્ટીઓએ સ્વર્ગસ્થને પુષ્પ અર્પણ કરી અંતિમ વિદાય આપી હતી સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં તમામ સમાજના સહકારી આગેવાનો એ હાજરી આપી હતી
સ્વર્ગસ્થ રમણલાલ પટેલ મરણ પયાર્ત પોતાનું ઘર નt બનાવી શક્યા એ હકીકત છે પોતાના ભાઈઓના કુટુંબોને આગળ લાવવામાં એમણે ખૂબ જ મહેનત કરી હતી પણ પોતે નિસ્વાર્થ અદના માનવી તરીકે અંત સુધી રહ્યા હતા
<span;>સ્વર્ગસ્થ રમણલાલ પટેલ તેમની ધર્મ પત્ની પુત્ર પૌત્ર પુત્રી ને વિલાપ કરતા મૂકી ગયા છે સ્વર્ગસ્થ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા ના ઉપપ્રમુખ ભુપેન્દ્ર પી પટેલના સગા કાકા થતા હતા