
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા શહેરમાંથી ઝડપાયેલ કથિત સિંચાઈ કચેરી પ્રકરણ મામલે તપાસ અંતર્ગત બંધ કવરમાં અહેવાલ DDO ને સોંપ્યો
બે માસ પહેલા ઝડપાયેલ નકલી સિંચાઈ કચેરી ને મામલે DPEO ની અધ્યક્ષતામાં રચાયેલ 5 સભ્યોની સમિતિ રચી તપાસ સોપાવામાં આવી હતી અને અંતે બે માસ પછી તપાસ સમિતિએ બંધ કવરમાં અહેવાલ DDO ને સોંપ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી બે માસની તપાસ સમિતિની સઘન બાદ અહેવાલ DDO ને સોંપ્યો છે નકલી કચેરી અંગે ગત 22 મેં ના રોજ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી કચેરી નો પર્દાફાશ કર્યો હતો હાલ તો તપાસ નિષ્પક્ષ અને સચોટ કરવામાં આવી તેના પર રહેશે નજર.નકલી કચેરીમાં થી સરકારી સિક્કા સહિત દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા નકલી કચેરીમાં વર્તમાન,ભૂતપૂર્વ અધિકારી સહિત 5 લોકો કચેરીમાં મળી આવ્યા હતા




