વલસાડ, તા. ૬ ઓગસ્ટ
પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જલારામ મનોવિકાસ કેન્દ્ર વલસાડના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલી રાખડી અને ક્રિએટિવ કવરનું એક પ્રદર્શન અને વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જલારામ માનોવિકાસ કેન્દ્રના પ્રિન્સીપલ આશાબેન સોલંકીની ટીમ દ્વારા વિવિધ રંગીન રાખડીઓ અને કવરનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં કોલેજના ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે જે. પી. પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્યા ડો. ગંગાબેન પટેલ, બી. આર. જે. પી. ઇંગ્લિશ મીડિયમ શાળાના આચાર્યા ડો.ચંચલા ભટ્ટ ઉપસ્થિતિ રહ્યા હતા. સમગ્ર આયોજન કોલેજનાં પ્રાધ્યાપક ખ્યાતિ મોદી અને નિરવ સુરતી દ્વારા કોલેજનાં કેમ્પસ ડાયરેકટર ડો. દિપેશ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આયોજન બદલ સોસાયટીના ટ્રસ્ટી અને પ્રમુખ હેમંતભાઈ દેસાઈ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.