વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાની આમ આદમી પાર્ટી દ્વારા સુબિર તાલુકામાં બોગસ ડીગ્રી ધરાવતા ડોક્ટરોનાં દવાખાના બંધ કરવા બાબતે ગુરૂવારે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.સાથે આ આવેદનપત્રમાં બોગસ ડોક્ટરોનાં નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.અને કાર્યવાહી માટે 10 દિવસનું અલટીમેટમ આપ્યુ હતુ. જેમાં આમ આદમી પાર્ટીની રજુઆત અને અલટીમેટમને ધ્યાનમાં લઈ ડાંગ જિલ્લાની પોલીસ ગણતરીનાં કલાકોમાં જ હરકતમાં આવી જઈ બોગસ ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ફફડાટ મચી જવા પામ્યો છે.આજરોજ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાએ સુબિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપી હતી.જે સૂચનાઓનાં અન્વયે નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ તથા સી.પી.આઈ વી.કે.ગઢવીનાં માર્ગદર્શન હેઠળ સુબીર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સપેકટર કે.જી. ચૌધરી તથા સ્ટાફના માણસોએ સુબીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. તે દરમ્યાન સુબીર ટાઉનમાં (1) મિલનભાઈ અખિયાલભાઈ વિશ્વાર (2) કમલેશભાઇ દિગ્વિજયભાઈ મલીક (3) ભાલચંદ્ર વિઠ્ઠલભાઈ પાટીલનાઓ મેડીકલ ડૉક્ટરને લગતી ડીગ્રી ધરાવતા ના હોવા છતા દવાખાનું ખોલી દર્દીઓને તપાસી દર્દીઓને અલગ અલગ પ્રકારની દવા તેમજ ઇન્જેકશન આપી તથા બાટલા ચડાવી પૈસા વસુલતા હોય તેવી હકીકતનાં આધારે અલગ અલગ ટીમ બનાવી રેડ કરી તપાસ કરતા મજકુરોનાં કબ્જામાથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ, બી.પી. માપવાનુ મશીન વિગેરે સાધનો મળી આવેલ હતા.અહી સુબિર પોલીસ મથકનાં પી.એસ.આઈ. કે.જે.ચૌધરીની ટીમે સ્થળ પરથી દવા સહીત સાધન સામગ્રીનો મુદામાલ કબ્જે કરી આરોપીઓમાં (1)મિલનભાઈ અખિયાલભાઈ વિશ્વાર રહે. બજાર ફળીયું સુબીર મૂળ રહે- હરીશપુર પશ્ચીમ બંગાળ (2)કમલેશભાઇ દિગ્વિજયભાઈ મલીક રહે. સુબીર મૂળ રહે- હરીશપુર પશ્ચીમ બંગાળ(3) ભાલચંદ્ર વિઠ્ઠલભાઈ પાટીલ રહે. સુબીર મૂળ રહે- ગોડદે તા.શાક્રી જી. ધુલે મહારાષ્ટ્રનાઓની ધરપકડ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..