સગા માસાના વારંવારના દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી નાખ્યું

સમાજમાં હવે સંબંધીઓ કે સગા-વ્હાલાઓના દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ભાગ્યે જ કોઈ દિવસ એવો ગયો હશે કે જ્યારે કોઈ સંબંધીના સંબંધીની દીકરી પર રેપની ઘટના સામે ન આવી હોય. અમદાવાદમાં પણ સંબંધોને છેણી- છેણી કરી નાખે તેવી એક ઘટના બની છે.
અમદાવાદના વેજલપુરમાં સગા માસાના વારંવારના દુષ્કર્મ બાદ ગર્ભવતી બનેલી 22 વર્ષીય યુવતીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું. વેજલપુરમાં રહેતી વર્ષીય યુવતી છેલ્લા ચાર વર્ષથી પોતાના સગા માસા આરોપી લક્ષ્મણ દોમડિયાની ફાર્મા કંપનીમાં નોકરી કરતી હતી આ દરમિયાન તે માસાની વાસનાનો ભોગ બની હતી.
હવસખોર માસાએ ‘તારી લાઈફ બનાવી આપીશ’ એવી લાલચ આપીને ચાંગોદર ખાતે આવેલ સ્ટરલાઇફ બાયોટેક પ્રા.લિ. ની ઓફિસમાં તથા આર્કવ ફાર્મા કંપનીમાં લઇ જઈ યુવતી સાથે અનેક વાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. માસાના વારંવારના રેપનો ભોગ બનેલી યુવતીએ ગર્ભવતી બની હતી. આખરે જ્યારે નરાધમ માસાને ખબર પડી કે યુવતી ગર્ભવતી થઈ છે ત્યારે તેણે તેને નોકરીમાંથી છૂટી કરી હતી અને પોતે જવાબદારીમાંથી પણ છૂટી ગયો હતો.
આ વાતનું લાગી આવતાં યુવતીએ 13 જુલાઈ ના રોજ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાબતે યુવતીના ભાઈએ સગા માસા વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જ્યારે વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.




