Dang: દક્ષિણ ડાંગ વન વિભાગના વાંસદા નેશનલ પાર્કનાં બ્રિડિંગ સેન્ટરનું તાળુ તોડી હરણ નો શિકાર કરનાર પાંચ આરોપીઓ ઝડપાયા..
MADAN VAISHNAVAugust 7, 2024Last Updated: August 7, 2024
5 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકનાં વાંસદા નેશનલ પાર્કની અંદર ચૌશિંગા(હરણ)નું બ્રીડિંગ સેન્ટર આવેલ છે.જેમાં દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ચૌશીંગા(હરણ)ને રાખવામાં આવેલ છે.અને આ સેન્ટરમાં હરણનું બ્રિડિંગ કરી આ હરણોને ડાંગ જિલ્લાનાં પૂર્ણા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં મુક્ત કરવામાં આવે છે.આ બ્રીડિંગ સેન્ટરમાંથી ગતરોજ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ડુંગરડા ગામનાં શિકારીઓ દ્વારા બ્રિડિંગ સેન્ટરનું તાળુ તોડી એક ચૌશીંગા(હરણ)ને ચોરી જઈ તેનો શિકાર કરવામાં આવ્યો હતો.અહી વાંસદા નેશનલ પાર્કનાં બ્રીડિંગ સેન્ટરમાંથી ચૌશીંગા હરણ ગુમ થતા વાંસદા નેશનલ પાર્કનાં અધિક્ષક એવમ આર.એફ.ઓ અંકિતા તિવારીએ શોધખોળ હાથ ધરી હતી.બાદમાં અહી વનવિભાગની ટીમને ચૌશિંગા હરણનો શિકાર થયો હોવાના સગડ મળતા ગુનો નોંધી આસપાસનાં વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી.જે બાદ ગતરોજ મોડી સાંજે ચૌશીંગા હરણનો શિકાર કરનાર પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા.હાલમાં આ પકડાયેલ પાંચ આરોપીઓ સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ-1972નાં આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.તેમજ આગળની વધુ તપાસ વાંસદા નેશનલ પાર્કનાં અધિક્ષક અંકિતા તિવારી દ્વારા હાથ ધરવામાં આવી છે.તેવામાં વાંસદા નેશનલ પાર્કનાં બ્રીડિંગ સેન્ટરમાંથી ચૌશીંગા હરણની ચોરી કરી શિકાર કરનાર પાંચ આરોપીઓને વન વિભાગની ટીમે ઝડપી પાડ્યા છે.તેવામાં આ પાંચ શિકારીઓ સાથે ચૌશીંગાનાં શિકાર પ્રવૃત્તિમાં અન્ય ઈસમો સંકળાયેલ છે કે કેમ તથા તેઓએ અગાઉ પણ શિકાર કરેલ છે કે કેમ તે તપાસનો વિષય બનવા પામ્યો છે..
«
Prev
1
/
81
Next
»
ટંકારા તાલુકામાં કમોસમી વરસાદથી ખેતીને ભારે નુકસાન,મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદારને આવેદન આપવા આવ્યા
સસ્તા અનાજ ના દુકાનદારો એક સાથે રાજીનામાં આપશે, બીજા દિવસની મંત્રણા પણ નિષ્ફળ : પ્રહલાદ મોદી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેઘદૂત સિનેમા પાસે ગો.માસ ઝડપાયો
«
Prev
1
/
81
Next
»
MADAN VAISHNAVAugust 7, 2024Last Updated: August 7, 2024