
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૦૮ ઓગસ્ટ : તાલુકા,જિલ્લા અને રાજ્ય સંગઠનની વખતો વખતની રજૂઆતના અંતે ઘણા લાંબા સમય બાદ એચ. ટાટ આચાર્યોના બદલીના નિયમો જાહેર કરવામાં આવતા આજે ભુજ ખાતે પધારેલ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબનું શ્રી કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા કચ્છી પાઘડી, શાલ અને પુસ્તક વડે અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ઉપરાંત કચ્છ જિલ્લાના રાજ્યના પદનામિત હોદ્દેદાર હરિસિંહ જાડેજા, જિલ્લા સંઘના ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સિનિયર ઉપપ્રમુખ જીતેન્દ્ર ઠક્કર, ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, મહામંત્રી મેહુલભાઈ જોષી, સરકારી માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યરાજસિંહ જાડેજા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.





