
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૦૮ ઓગસ્ટ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છ જિલ્લા ટીમ દ્વારા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તેમજ કચ્છ જિલ્લા પ્રભારી શ્રી પ્રફુલભાઇ પાનસેરિયા સાહેબ સાથે ભુજ મધ્યે શુભેચ્છા મુલાકાત કરી શિક્ષણ અને શિક્ષકોના પ્રશ્નો સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ માધ્યમિક સરકારી અધ્યક્ષ નયનભાઈ વાંઝા તેમજ માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ કચ્છમાં શિક્ષકોની ધટ તેમજ તેની કાયમી પરિપૂર્તિ બાબતે તેમજ પ્રસુતિ અને બીજી અન્ય લાંબી રજાઓ દરમિયાન શૈક્ષણિક કાર્ય શાળામાં ન બગડે એ માટે વચગાળાની રાહતરુપ પ્રવાસી શિક્ષકોથી ખાલી જગ્યાઓ ભરવા રજૂઆત કરવામાં આવેલ હતી. આ રજૂઆતમાં સરકારી માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકીયા, સહ સંગઠન મંત્રી જયકુમાર જોષી સહિતના કાર્યકર્તાઓ જોડાયેલ હતા.



