GANDHIDHAMGUJARATKUTCH

કચ્છ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કંડલા પોર્ટની મુલાકાત લીધી.

કંડલા પોર્ટના ઉતરોત્તર વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવતા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા-૦૮ ઓગસ્ટ : જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા કચ્છના એક દિવસીય પ્રવાસે છે. તેઓએ ગાંધીધામ ખાતે દિનદયાળ પોર્ટ – કંડલા પોર્ટની મુલાકાત લઈને પોર્ટ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. કંડલા પોર્ટ ચેરમેનશ્રી સુશિલકુમાર સિંઘે પોર્ટ ખાતે આયાત નિકાસ પ્રક્રિયા અંગે પ્રભારી મંત્રીશ્રીને અવગત કરાવ્યા હતા. આ ઉપરાંત કંડલા પોર્ટ દ્વારા ગાંધીધામ શહેરના વિકાસ માટે કરવામાં આવી રહેલા નિષ્ઠાપૂર્વકના પ્રયાસોને પ્રભારી મંત્રીશ્રીએ બિરદાવ્યા હતા. પ્રભારીમંત્રીશ્રીએ દિનદયાળ પોર્ટ ઓથોરિટી તરફથી ગોપાલપુરી કેન્દ્રિય વિદ્યાલયને આપવામાં આવેલા સહયોગને આવકારદાયક પહેલ ગણાવી હતી. પ્રભારીમંત્રીશ્રીએ દિનદયાળ પોર્ટ સી.એસ.આર અંતર્ગત આયોજિત ગુરુ નાનક સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર અને લેપટોપ વિતરણના કાર્યક્રમ હાજરી આપી હતી. આ પ્રસંગે અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, અગ્રણીશ્રી ધવલભાઈ આચાર્ય, અંજાર પ્રાંત અધિકારીશ્રી સુનિલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, દિનદયાળ પોર્ટના નાયબ ચેરમેનશ્રી નંદિશ શુક્લા, પોર્ટના સચિવશ્રી સી. હરિચંદ્રન, ચીફ એન્જિનિયર વી. રવિન્દ્ર રેડ્ડી, કેપ્ટનશ્રી પ્રદિપ મોહન્તી, પોર્ટ પ્રવક્તાશ્રી ઓમપ્રકાશ દદલાણી સહિત પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!