GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત સી બી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ઈકો કલબ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ.

તારીખ ૦૯/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત શ્રીમતી સી બી ગર્લ્સ હાઈસ્કુલ કાલોલ ખાતે ઈકો કલબ અંતર્ગત ચિત્ર સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેનો મુખ્ય વિષય પર્યાવરણ જાળવણી અને વૃક્ષો નુ મહત્વ સાથે વૃક્ષો નો ઉછેર આ સ્પર્ધામાં ધો ૯ અને ધો ૧૦ ની વિદ્યાર્થિનીઓ એ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો અને વધુને વધુ વૃક્ષો વાવીએ અને પર્યાવરણ ને સ્વચ્છ બનાવીએ તેવા આશય થી સ્પર્ધા નુ આયોજન કરાયુ જેમા ઈ આચાર્ય એન પી પટેલ અને શાળા મંડળ દ્વારા વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહન અને અભિનંદન પાઠવ્યા હતા.






