GUJARATMULISURENDRANAGAR

મૂળીનાં સરલા, ખંપાળીયા, વગડીયા, દુધઇ સહિતનાં વિસ્તારમાં બેફામ ખનીજ ચોરીની નોંધાઈ ફરિયાદ

તા.09/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકામાં બેફામ ખનીજ ચોરી થઇ રહી છે ત્યારે તંત્ર જાણે છેલ્લી ઘડીએ જાગ્યું હોય તેમ ધોળીયા ગામે તપાસ આરંભી 11 શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર ફેલાઇ છે મૂળી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી બેફામ ખનીજ ચોરીમાં છેલ્લા 6 મહિનામાં 10થી વધારે લોકોનાં મોત થઇ ચૂક્યા છે ત્યારે મૂળી પોલીસ અને ખાણ ખનીજ વિભાગ જાણે રહી રહીને જાગ્યું હોય તેમ એક સાથે 10 શખસ સામે કાયદેસરની કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે આ અંગે મૂળી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મૂળી તાલુકાનાં સરલા, ખંપાળીયા, ગઢડા, વગડીયા, દુધઇ, ભેટ સહિતનાં વિસ્તારમાં બેફામ ખનીજ ચોરી થતી હોવાની બાતમીનાં આધારે મૂળી પીએસઆઇ દિલીપભાઇ મોડીયા, રાયસંગભાઇ પરમાર, કિરીટસિંહ સહિતનાં સ્ટાફ દ્વારા ધોળીયા ગામે તપાસ આરંભાઇ હતી જેમાં ખરાબામાં ચાલતા કાળા કારોબાર પરથી ગેરકાયદે કાર્બોસેલનો લાખોની કિંમતનું ખનીજ ઝડપી પડાતા ખનીજ માફિયામાં ભાગદોડ મચી જવા પામી હતી જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ધોળીયાનાં લલીતભાઇ જનકભાઇ સાતોલા, અક્ષયભાઇ દવકુભાઇ સાતોલા, કિશનભાઇ ધીરૂભાઇ સાતોલા, બુધાભાઇ દેવકુભાઇ સાતોલા, વગડીયાનાં અજયભાઇ કાનાભાઇ બોહકિયા, ધોળીયાનાં વિક્રમભાઇ હેમતભાઇ ઉધરેતી, વિપુલભાઇ ધીરૂભાઇ સાતોલા, હરેશભાઇ ગટુરભાઇ ધાખડીયા, રાયમલભાઇ સાગરભાઇ સાતોલા તેમજ અભાભાઇ ભુદરભાઇ થરેસા સામે પોલીસ ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઇ દિલીપભાઇ મોડીયા ચલાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!