GUJARATNAVSARIVANSADA

વાંસદાનાં ડોક્ટર લોચન શાસ્ત્રીનું વિશ્વ આદિવાસી દિવસે સન્માન કરાયું.

પ્રિતેશ પટેલ વાંસદા

વાંસદાનાં ડોક્ટર લોચન શાસ્ત્રીનું વિશ્વ આદિવાસી દિવસે સન્માન કરાયું.

વાંસદા તાલુકાના મોટી ભમતી ખાતે જિલ્લા કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માનનીય મંત્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી.આ પ્રસંગે જિલ્લાના વિવિધ ક્ષેત્ર આદિવાસી બાળકો દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી હોય તેમને સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ વાંસદામાં તબીબી ક્ષેત્રે વિશેષ યોગદાન આપવા બદલ કોટેજ હોસ્પિટલ વાંસદાના ડોક્ટર મોહિનીબેનનું સન્માન કરવામાં આવ્યું હતું તથા છેલ્લા ત્રણ વર્ષથી વાંસદામાં સામાજિક ક્ષેત્રે તેમજ તબીબી ક્ષેત્રે પણ જેમનું વિશેષ યોગદાન રહ્યું હોય અને સર્પદંસની સારવારમાં ખૂબ જ મોટી નામના મેળવી હોય એવા રાણી ફળિયા ખાતે શ્રી હોસ્પિટલ ચલાવતા ડોક્ટર લોચન શાસ્ત્રીનું છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૬૦૦ થી વધુ દર્દીઓની સારવાર કરી અને બધા દર્દીને સારા કરવામાં સફળતા પ્રાપ્ત કરી હોય તો જિલ્લા પોલીસ વડા શ્રી સુશીલ અગ્રવાલ સાહેબના હસ્તે એમનો સન્માન કરી પ્રશસ્તી પત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ પંચાયત પરિષદના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, કલેક્ટર, ડીડીઓ , ભાજપા જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

Back to top button
error: Content is protected !!