MAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ના શિક્ષિત દંપતિએ એક સાથે પીએચડી ની પદવી પ્રાપ્ત કરી

*બાલાસિનોરના શિક્ષિત દંપતીએ એકસાથે પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી*

રિપોર્ટર…. અમીન કોઠારી:- મહીસાગર

 

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ડુંગરીપુરા (પાંડવા) ગામના વતની અને વર્ષોથી શિક્ષણ જગત સાથે જોડાયેલા એવા સામાજિક રાજકીય આગેવાન દંપતિ ડો. એન આર. ચૌહાણ તથા ડો. એશ્વર્યા કુવરબા એક સાથે બંને એ એકબીજાનો સાથ આપી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી માંથી પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી. નવયુવાનો અને શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી ઘડતર અંગે પ્રયત્નો કરનાર વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ઉલ્લેખનીએ છે કે શ્રી ડો. નરેન્દ્રસિંહ રૂપસિંહ ચૌહાણ એ શિક્ષણ વિષયમાં તથા તેમની ધર્મપત્ની શ્રીમતી ડો. એશ્વર્યાબા એ સંસ્કૃત વિષયમાં નોકરી ની સાથે સાથે અભ્યાસ કરીને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી માંથી પી.એચ.ડી ની પદવી પ્રાપ્ત કરેલ છે. તેમની આ સફળતા અને સરાહનીય કાર્યને શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ લોકોએ ખૂબ બિરદાવી છે.

Back to top button
error: Content is protected !!