નરેશપરમાર -કરજણ
નર્મદા ડેમ માંથી પાણી છોડવામાં આવતા નર્મદા કિનારેના ગામોને સતર્ક કર્યા.
સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી સિઝન માં પ્રથમવાર 134.59 મીટર પર પહોંચી
ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. હાલ નર્મદા ડેમની સપાટી 134.75 પર પહોંચી ગઈ છે. ઈન્દીરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલી હજુ 4 લાખ ક્યુસેક પાણી છોડતા આ પાણી સવારમાં નર્મદા સરદાર સરોવરમાં આવી ગયું હતું. એટલે બાકી રહેલી 4 મીટરની સપાટી પણ ભરાઈ શકે છે. હાસ રૂલ લેવલ મેન્ટેન કરવા સવારે 6 વાગ્યે 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા બાદમાં 9 વાગ્યે બીજા 4 દરવજા ખલવામાં આવ્યા છે. હાલ નર્મદા ડેમના 9 દરવાજા ખોલી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.જેના કારણે નીચાણ વારા વિસ્તારો ને સાવચેત રહેવા તંત્ર દ્વારા જણાવવા માં આવ્યું છે જેમકે કરજણ તાલુકાના :- પુરા, આલમપુરા, રાજલી, લીલીપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સગડોળ , ઓઝ, સોમજ, દેલવાડા, અરજણપુરા-શિનોર તાલુકાના :- અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ..