MORBI:મોરબી ના ફાટસર ગામે જાહેરમાં જુગાર રમતા 5 ઈસમો ઝડપાયા
MORBI:મોરબી ના ફાટસર ગામે જાહેરમાં જુગાર રમતા 5 ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના ફાટસર નવું ગામ બીપીએલ વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના ફાટસર નવું ગામ બીપીએલ વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ડાયાભાઇ ભોજાભાઈ ગજીયા (ઉ.વ.૫૩), સુખદેવ સિંહ બચુભાઈ જાડેજા (ઉ.વ.૫૫),દૈવતસિંહ મયુરધ્વજસિંહ જાડેજા (ઉ.વ.૩૧), મહાવિર સિંહ કનુભા જાડેજા (ઉ.વ.૪૨), ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધરમસીભાઈ હરસોલા (ઉ.વ.૪૫) રહે. બધાં ફાટસર તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.